રોકડમાં રૂ. 77,990 કરોડનું વોલ્યુમ વધીને 21 મહિનાની ટોચ પર પહોંચ્યું

0
35

– સતત ચોથા મહિને કેશ વોલ્યુમમાં વધારો જોવા મળ્યો

 ભારતીય શેરબજારમાં વિક્રમી રેલીને પરિણામે રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારો દ્વારા બજારમાં વેપાર કામકાજ વધવાને પગલે દેશની ઈક્વિટીમાં  દૈનિક સરેરાશ કેશ વોલ્યુમ જૂનની સરખામણીએ જુલાઈમાં વધી ૨૧ મહિનાની ટોચે  પહોંચ્યું હતું. ગયા મહિનાની સરખામણી સમાપ્ત થયેલા જુલાઈમાં વોલ્યુમમાં ૧૫.૫૦ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. ડેરિવેટિવ સેગમેન્ટમાં પણ   ૨૩ ટકા વધારા સાથે દૈનિક વોલ્યુમમાં નવી ઊંચી સપાટી જોવા મળી છે. 

દેશના બે મુખ્ય શેરબજારો બીએસઈ તથા એનએસઈ પર કેશમાં સંયુકત સરેરાશ દૈનિક વોલ્યુમ વધી ૭૭૯૦૦ કરોડ  આસપાસ રહ્યું છે જે જૂનમાં જોવા મળેલા રૂપિયા ૬૭૪૮૯ કરોડની સરખામણીએ નોંધપાત્ર ઊંચું છે. 

જુલાઈનું વોલ્યુમ ઓકટોબર ૨૦૨૧ બાદ સૌથી ઊંચુ રહ્યું હોવાનું પણ પ્રાપ્ત આંકડા જણાવે છે.  જુલાઈમાં સતત ચોથા મહિને કેશ વોલ્યુમમાં વધારો જોવા મળ્યો છે. 
જુલાઈમાં ભારે વોલેટિલિટી વચ્ચે બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સેન્સેકસ તથા નિફટી બન્નેમાં ૨.૩૦ ટકા વધારો જોવા મળ્યો છે. જ્યારે બીએસઈ મિડકેપ તથા સ્મોલકેપમાં અનુક્રમે પાંચ ટકા તથા છ ટકા વધારો થયો છે.
વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી સેન્સેકસમાં ૧૫ ટકા જ્યારે નિફટીમાં ૧૬ ટકા ઉછાળો આવ્યો છે. વિશ્વની અન્ય ઊભરતી બજારોની સરખામણીએ  ભારતીય બજાર વધુ વળતર પૂરા પાડશે તેવી ધારણાંએ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારતીય ઈક્વિટીઝમાં સતત ખરીદી રહ્યા કરે છે. 
સેકન્ડરી બજારમાં રેલીને પગલે પ્રાઈમરી માર્કેટમાં પણ ગતિવિધિમાં વધારો જોવા મળી  રહ્યો છે. જૂનમાં ડીમેટ ખાતાની સંખ્યા ૨૩.૬૦ લાખ વધી હતી. જુલાઈમાં ડેરિવેટિવ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક વેપાર વોલ્યુમ ૨૩ ટકા વધી રૂપિયા ૩૧૮.૭૫ લાખ કરોડ આસપાસ જોવા મળ્યું છે. જૂનનો આ આંક રૂપિયા ૨૫૮.૧૮ લાખ કરોડ રહ્યો હતો. 
અત્રે ઉલ્લેખનિય છે કે ડેરિવેટિવમાં વધી રહેવા કામકાજની સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ નોંધ લીધી છે અને બજારમાં પડતીના સમયે રોકાણકારો ખાસ કરીને નાના રોકાણકારોને સહન કરવાનું ન આવે તેની પણ તકેદારી માટેની યંત્રણા સેબી કામે લગાડી રહ્યું છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here