ચીનની ઐસી-કી-તૈસી યુ.એસ.ના ગાઇડેડ મિસાઇલ ડીસ્ટ્રોયર દક્ષિણ ચીન સમુદ્રમાંથી પસાર થઈ ગઈ

0
47
– ‘મહાયુદ્ધ’ની પૂર્વ ભૂમિકા રચાવી શરૂ થઈ ગઈ છે
– અમેરિકાએ આ તેવા સમયે કર્યું છે કે જ્યારે ચીને તાઇવાનને ઘેરી ‘મીલીટરી ડ્રીલ’ વખતે તાઇવાન ઉપર ‘પ્રીસીશન સ્ટ્રાઇક’ કરી છે અમેરિકી નૌકાદળે કહ્યું હતું કે તેની ગાઇડેડ મિસાઇલ ડીસ્ટ્રોયર યુ.એસ.એસ. મિલિયસે તેના નૌકાયાન અધિકારોનો ઉપયોગ કરી સોમવારે સ્માર્ટલી આઇલેન્ડઝ પાસેથી દક્ષિણ ચીન સમુદ્રમાંથી પસાર થઈ ફ્રીડમ- મિશન (મુક્તિ ધ્યેય) સિદ્ધ કર્યું છે. અમેરિકાએ આ પગલું તેવે સમયે ભર્યું છે કે જ્યારે ચીને તેની ‘મીલીટરી ડ્રીલ’ વખતે તાઇવાન ઉપર ‘પ્રીસીશન સ્ટ્રાઇક’ કરી દીધી છે. સહજ છે કે આ સાથે તાઇવાન મુદ્દે ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી તંગદિલી વધુ ‘તંગ’ બની ગઈ છે.
અમેરિકાના નૌકાદળે સ્પષ્ટત: જણાવ્યું હતું કે, અમારા ડીસ્ટ્રોયરની સફર તો આંતર-રાષ્ટ્રીય કાનુન પ્રમાણેની જ છે.
અમેરિકી નૌકાદળની આ કાર્યવાહીના અંત નૌકાદળના પ્રવક્તાએ કહ્યું હતું કે, દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના ‘વધુ પડતા’ દાવા સામેનો આ પડકાર છે. અમેરિકી નેવીના આ નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે, નૌકાયાનની મુક્તિ તથા સમુદ્રના કાનૂની અધિકારો સિદ્ધ કરવા માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ગયા મહિને પણ અમેરિકી નૌકા જહાજો દક્ષિણ સમુદ્રમાં પ્રવેશ્યા હતા જેમાં યુ.એસ.એસ.મિ લિયસ સમાવિષ્ટ હતું તેની સાથે રક્ષક ‘ફ્રીગેટો’ પણ દક્ષિણ ચીન સમુદ્રમાં પ્રવેશી હતી પરંતુ ચીન તેને રોકી શક્યું નહીં. એક મહિના પછી ફરી તે જ ‘નૌકા કવાયત’ કરી અમેરિકાએ ચીનનો બ્લફ કૉલઆઉટ કર્યો છે. (તેની લુખ્ખી ધમકીને પડકારી છે).
ખરી વાત તો એ છે કે દક્ષિણ ચીન સમુદ્રમાં ફીલીપાઇન્સ સહિત કેટલાય દેશોના ‘ઇકોનોમિક ઝોન’ આવેલા છે અને તે માર્ગે દર વર્ષે ખર્વોના ખર્વ ડોલરનો વ્યાપાર ચાલે છે માટે તે માર્ગ સ્વતંત્ર અને મુક્ત રાખવો જ પડે તેમ છે.
દક્ષિણ- ચીન સમુદ્ર ઉપર ચીને પોતાનું એક હથ્થુ સાર્વભૌમત્વ જાહેર કર્યા પછી ધી હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેટલાય નાટો દેશો જોડાયા હતા. તે કોર્ટે ચીનની વિરૂદ્ધ ચૂકાદો આપ્યોહતો પરંતુ ચીને તે ચુકાદાની ‘ઐસી કી તૈસી’ કરી પોતાનું સાર્વભૌમત્વ જાહેર કરી દીધું હતું. પરંતુ હવે ચીનની જ ‘ઐસી કી તૈસી’ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here