કેન્દ્રીય ગૃહમંત્રીએ પુસ્તકોનું વિમોચન કર્યું, શાહે કહ્યું- શિવરાજે મોદીનું સપનું સાકાર કર્યું છે, તેનાથી દેશમાં ક્રાંતિ આવશે

0
163
સૌ પ્રથમ મેડિકલનો અભ્યાસ હિન્દીમાં શરૂ કરાવીને શિવરાજ સિંહે મોદીજીની ઈચ્છા પૂરી કરી છે.
શાહે કહ્યું- મેડિકલ, એન્જિનિયરિંગમાં જે માતૃભાષાના સમર્થક છે, તે લોકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે આપણે આપણી જ ભાષામાં શિક્ષણ મેળવીશું.જ્યારે મધ્યપ્રદેશની ચૂંટણી યોજાઈ રહી હતી ત્યારે સંકલ્પ પત્રમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ભોપાલ : દેશમાં પ્રથમ વખત મધ્યપ્રદેશમાં MBBS હિન્દીમાં ભણાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે ભોપાલમાં તેના ત્રણ પુસ્તકોનું વિમોચન કર્યું હતુ. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું- આ ક્ષણ દેશમાં શિક્ષણ ક્ષેત્રના પુનર્નિર્માણની ક્ષણ છે. સૌ પ્રથમ મેડિકલનો અભ્યાસ હિન્દીમાં શરૂ કરાવીને શિવરાજ સિંહે મોદીજીની ઈચ્છા પૂરી કરી છે.આજે ભોપાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ 3 પુસ્તકોનું વિમોચન કર્યું છે. 15 નવેમ્બરથી નવી બેચને આ પુસ્તકોથી ભણાવવામાં આવશે શાહે કહ્યું- મેડિકલ, એન્જિનિયરિંગમાં જે માતૃભાષાના સમર્થક છે, તે લોકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે આપણે આપણી જ ભાષામાં શિક્ષણ મેળવીશું.જ્યારે મધ્યપ્રદેશની ચૂંટણી યોજાઈ રહી હતી ત્યારે સંકલ્પ પત્રમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મોદીજીની નવી શિક્ષણ નીતિને સૌ પ્રથમ મધ્યપ્રદેશે લાગુ કરી છે. આજે એક નવી શરૂઆત થઈ છે. આ માટે હિન્દી સેલની રચના કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ સંબોધન કરતા કહ્યું કે સર્વે બાદ ઘણી મહેનત બાદ પુસ્તકો બહાર પાડવામાં આવ્યા છે. વિચારવાની પ્રક્રિયા પોતાની માતૃભાષામાં થાય છે, તેથી નેલશન મંડેલાએ કહ્યું હતું- જો તમે કોઈ વ્યક્તિ સાથે તેની જ ભાષામાં વાત કરો છો, તો તે તેના મગજમાં ઉતરે છે. જો સંશોધન તેની જ ભાષામાં હોય તો ભારતના યુવાનો કોઈપણ ક્ષેત્રે પાછળ રહે તેમ નથી. તેએ દુનિયામાં ભારતનો ડંકો વગાડશે. મધ્યપ્રદેશે મેડિકલ અભ્યાસ હિન્દીમાં કરવાનો સંકલ્પ કર્યો છે. તેના દ્વારા દેશમાં ક્રાંતિ આવશે. ​​​​દેશના ઈતિહાસમાં MBBSના અભ્યાસમાં એક નવો અધ્યાય મધ્યપ્રદેશ સાથે જોડાયો છે. હવે અહીં મેડિકલનો અભ્યાસ હિન્દીમાં કરી શકાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે MBBSના અભ્યાસક્રમના હિન્દી પુસ્તકોનું વિમોચન કર્યું છે. શાહ એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા બપોરે 12 વાગે સ્થળ લાલ પરેડ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. આ પ્રસંગે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર વિશ્વાસ સારંગ પણ હાજર રહ્યા હતા. આ પહેલા શનિવારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે, દવાના પ્રિસ્ક્રિપ્શન પર Rx ને બદલે શ્રી હરિ લખો. દવાનું નામ Crocin લખવાનું હોય,તો ક્રોસિન હિન્દીમાં પણ લખી શકાય છે. તેમાં શું સમસ્યા છે? ઉપર ‘શ્રી હરિ’ લખો… અને ક્રોસિન લખો. સીએમ શિવરાજે ભારત ભવન ખાતે આયોજિત હિન્દી પ્રવચન કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે ડોક્ટરોને કહ્યું- જે ડોક્ટર મિત્રો અહીં બેઠા છે, તેઓ વધુ સારો રસ્તો કાઢશે. અમિત શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને તબીબી શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગ છેલ્લા 15 દિવસથી તૈયારીઓમાં વ્યસ્ત હતા. શનિવારે સાંજે પ્રભારી મંત્રી ભૂપેન્દ્ર સિંહ લાલ પરેડ ગ્રાઉન્ડ પર પહોંચ્યા બાદ સ્થળ પરની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન મંત્રી ભૂપેન્દ્ર સિંહ સાથે એસીએસ હેલ્થ મોહ. સુલેમાન, તબીબી શિક્ષણ કમિશનર ડો.સંજય ગોયલ, મ્યુનિસિપલ કમિશનર કે.વી.એસ. ચૌધરી કોલસાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ કામ મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને આપ્યું હતું. રાજ્યના 97 ડોક્ટરોની ટીમે 4 મહિના સુધી રાત-દિવસ મહેનત કરીને અંગ્રેજી પુસ્તકોનો હિન્દીમાં અનુવાદ કર્યો છે. ડોકટરો સાથે કોમ્પ્યુટર ઓપરેટરોની ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમે MBBSના પ્રથમ વર્ષના 5 પુસ્તકોનું હિન્દીમાં અનુવાદ કરવામાં 24 કલાક, સાત દિવસનો સમય લીધો હતો. ઐ પ્રક્રિયામાં ટેક્નિકલ પાસાઓ અને વિદ્યાર્થીઓના ભવિષ્યના પડકારોનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. લાલ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં અમિત શાહ મેડિકલ અભ્યાસના હિન્દીમાં અનુવાદિત પુસ્તકોનું વિમોચન કર્યું. આ કાર્યક્રમમાંથી 50 હજાર જેટલા મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં ભોપાલની સરકારી, ખાનગી મેડિકલ, નર્સિંગ, પેરામેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. અન્ય શહેરોના મેડિકલ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. કાઉન્સેલિંગ પછી આવનાર MBBSની નવી બેચના વિદ્યાર્થીઓને હિન્દીમાં અનુવાદિત પુસ્તકોમાંથી ભણાવવામાં આવશે. 15મી નવેમ્બરથી નવી બેચનો અભ્યાસ હિન્દીમાં હશે. આ શરૂઆત બાદ, એમપીના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા હિન્દી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉત્સાહિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here