દેશમાં આગામી 5 વર્ષમાં $475 અબજનું વિદેશી રોકાણ આવશે

0
193
ગત નાણા વર્ષે 84.8 અબજ ડોલરનું વિદેશી રોકાણ નોંધાયું હતું
નાણાકીય વર્ષ 2021-22માં 84.8 અબજ ડોલરનું વિદેશી રોકાણ જોવા મળ્યું હતું. દેશમાં કાર્યરત 71 ટકા મલ્ટીનેશનલ કંપનીઓ વૈશ્વિક સ્તરે વિસ્તરણ માટે ભારતને મહત્વપૂર્ણ સ્થાન તરીકે ગણે છે.

નવી દિલ્હી : વૈશ્વિક ફલક પર ભારત હવે ‘ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન’ તરીકે ઉભરી રહ્યું છે. ભારતમાં રહેલી વિપુલ તકોને કારણે આગામી 5 વર્ષમાં ભારતમાં 475 અબજ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ જોવા મળી શકે છે. CII-EY રિપોર્ટ અનુસાર કોવિડ મહામારી અને ભૌગોલિક-રાજકીય બદલાવો વચ્ચે પણ છેલ્લા એક દાયકામાં વિદેશી પ્રત્યક્ષ રોકાણમાં સતત વૃદ્વિ જોવા મળી છે.ગત નાણાકીય વર્ષ 2021-22માં 84.8 અબજ ડોલરનું વિદેશી રોકાણ જોવા મળ્યું હતું. દેશમાં કાર્યરત 71 ટકા મલ્ટીનેશનલ કંપનીઓ વૈશ્વિક સ્તરે વિસ્તરણ માટે ભારતને મહત્વપૂર્ણ સ્થાન તરીકે ગણે છે. ટૂંકા અને લાંબા ગાળાની દૃષ્ટિએ FDIને લઇને આશાવાદ જોવા મળી રહ્યો છે.‘વિઝન-ડેવલપ્ડ ઇન્ડિયા: MNC માટે તકો અને અપેક્ષા’ રિપોર્ટ અનુસાર મોટા ભાગની MNCને આશા છે કે આગામી 3-5 વર્ષમાં ભારતીય અર્થંતંત્રનું પ્રદર્શન નોંધપાત્ર રહેશે. 96 ટકા ઉત્તરદાતાઓએ ભારતની ક્ષમતાને લઇને સકારાત્મક વલણ દર્શાવ્યું હતું. વિશ્વના મોટા ભાગના અર્થતંત્રો વૃદ્વિને લઇને પડકારોનો સામનો કરી રહ્યા છે. ભારતમાં સરકાર દ્વારા સુધારાને સતત પગલાંઓ તેમજ દેશનું અર્થતંત્ર વ્યાપક અને સ્થિર હોવાથી પણ મોટા ભાગના અર્થતંત્ર ભારતને એક આકર્ષક રોકાણ માટેનું કેન્દ્ર ગણે છે. છેલ્લા ત્રણ વર્ષમાં 60 ટકા જેટલા MNCsના બિઝનેસમાં સુધારો જોવા મળ્યો છે. MNCs દ્વારા GST, ટેક્સ નીતિમાં પારદર્શિતા અને અન્ય સુધારાની સરાહના કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here