ભારતના ટેકનોલોજી ઉદ્યોગ માટે આગામી નાણાં વર્ષ પડકારરૂપ

0
62

– ટેકનોલોજી પાછળના ખર્ચમાં વધારો થશે પરંતુ પડકારો ઘણાં જ આકરા : નાસ્કોમ

મુંબઈ : વર્તમાન અનિશ્ચિત બૃહદ્ વાતાવરણમાં ભારતનો ટેક ઉદ્યોગ સ્થિતિસ્થાપક રહ્યો છે અને  નાણાં વર્ષ ૨૦૨૩માં ૨૪૫ અબજ ડોલરના આંકને આંબશે પરંતુ નાણાં વર્ષ ૨૦૨૪માં ટેક ઉદ્યોગ સામે પડકાર જણાય રહ્યા છે.  નિર્ણય પ્રક્રિયામાં ઢીલ, માગમાં ઘટાડો તથા ટેક નિયમનોના સ્વરૂપમાં પડકારો જોવા મળશે જે ઉદ્યોગ પર અસર કરશે એમ ઉદ્યોગ સંસ્થા નાસ્કોમ દ્વારા જણાવાયું હતું.

નાણાં વર્ષ ૨૦૨૨ના આંકડાની સરખામણીએ નાણાં વર્ષ ૨૦૨૩ના આંકડા નબળા રહ્યા છે, જે આ પરિબળોની અસર થયાનું સૂચવે છે. 

નાણાં વર્ષ ૨૦૨૨માં ઉદ્યોગની આવકમાં ૩૦ અબજ ડોલરના ઉમેરા સાથે એકંદર વિકાસ દર ૧૫.૫૦ ટકા રહ્યો હતો જ્યારે વર્તમાન નાણાં વર્ષના અંતે આવક વૃદ્ધિનો આંક ૧૯ અબજ ડોલર અંદાજવામાં આવી રહ્યો છે. 

કંપનીઓનો   મૂડ અને માનસ સાવચેતીભર્યા આશાવાદ દર્શાવે છે. ટેકનોલોજી પાછળના ખર્ચમાં વધારો થશે પરંતુ પડકારો ઘણાં જ  આકરાં છે, એમ નાસ્કોમ દ્વારા એક રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

હાલમાં જંગી છટણી વચ્ચે એક સારા સમાચાર એ છે કે, આઈટી ઉદ્યોગ નેટ એમ્પ્લોયર તરીકે જળવાઈ રહ્યો છે. ૫૪ લાખ કાર્યબળ સાથે નાણાં વર્ષ ૨૦૨૩માં ઉદ્યોગમાં ૨,૯૦,૦૦૦ નવા રોજગાર ઊભા થયા હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here