મુંબઈના બાંદ્રામાં બેકાબુ કાર 6 વાહનો સાથે અથડાઈ:3ના મોત, 6 ઘાયલ

0
98
સ્પીડમાં આવતી કાર સાથે અથડાયા બાદ અનેક વાહનો ડિવાઈડર સાથે અથડાયા હતા.
અકસ્માત સી લિંક ટોલ પ્લાઝાથી 100 મીટર પહેલા થયો હતો

મુંબઈ : મુંબઈના બાંદ્રામાં ગુરુવારે મોડી રાત્રે થયેલા એક કાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. ઘાયલો પૈકી 2ની હાલત ગંભીર છે. દરેકને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત બાંદ્રા વર્લી સી લિંકથી 100 મીટર પહેલા થયો હતો. જ્યાં એક સ્પીડમાં આવતી કાર ત્યાં પાર્ક કરેલા 6 વાહનો સાથે અથડાઈ હતી. મુંબઈ ઝોન 9ના ડીસીપી કૃષ્ણકાંત ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, રાત્રે લગભગ 10.15 વાગ્યે એક ઝડપી ઈનોવા કાર વર્લીથી બાંદ્રા તરફ જઈ રહી હતી. સી-લિંક પર ટોલ પ્લાઝાના 100 મીટર પહેલા પાર્ક કરાયેલા અન્ય વાહનો સાથે ઓવર સ્પીડિંગ કાર અથડાઈ હતી. કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુરઝડપે આવી રહેલી કારના ડ્રાઈવરે સી લિંક પર અન્ય વાહનને ટક્કર મારી હતી. આ પછી, તેણે અકસ્માતથી બચવા માટે કારની સ્પીડ વધારવાનો પ્રયાસ કર્યો, જેના કારણે છ કાર એકબીજા સાથે અથડાઈ. મુંબઈ પોલીસે જણાવ્યું કે આરોપી કાર ચાલકને પણ અકસ્માતમાં ઈજા થઈ છે. તેની કાર જપ્ત કરવામાં આવી છે.હરિયાણાના નુહમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કાર ચાલક અને તેના 9 વર્ષના પુત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે પડોશી મહિલા અને તેની પત્ની અને મોટા પુત્ર સહિત તેના બે બાળકો ઘાયલ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here