મોદી અટક અંગે ટિપ્પણી કરનાર ભાજપ નેતાની 5 વર્ષ જૂની ટ્વિટ વાયરલ, કોંગ્રેસે પૂછ્યું – હવે કાર્યવાહી કરશો?

0
35

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ થઈ ગયું છે

ખુશ્બુ સુંદર દ્વારા 2018માં કરાયેલી એક ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ

સુરતની કોર્ટ દ્વારા 2019ના માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ થઈ ગયું છે.  હવે કોંગ્રેસ આ મામલે ભાજપ સામે આક્રમક વલણ અપનાવી રહી છે. આ દરમિયાન અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી ખુશ્બુ સુંદર દ્વારા 2018માં કરાયેલી એક ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમણે આ ટ્વિટ 2018માં કોંગ્રેસ પાર્ટીમાં રહીને કરી હતી. હાલમાં ખુશ્બુ ભાજપમાં છે અને રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય છે.

કોંગ્રેસમાં રહીને ખુશ્બુ સુંદરે પણ મોદીની અટક પર સવાલો ઉઠાવ્યા હતા

2018માં કરાયેલી ટ્વિટમાં તેમણે પણ રાહુલ ગાંધીની જેમ મોદી સરનેમ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું હતું કે, અહીં મોદી ત્યાં મોદી, જ્યાં જુઓ ત્યાં મોદી, આ શું છે? દરેક મોદીની સામે ભ્રષ્ટાચાર અટક દેખાઈ રહી  છે… #મોદી એટલે કે #ભ્રષ્ટાચાર… ચાલો મોદીનો અર્થ ભ્રષ્ટાચારમાં બદલીએ… આ વધારે સારું લાગશે.. #નીરવ#નમો=કરપ્શન…”

કોંગ્રેસનું આક્રમક વલણ 

કોંગ્રેસના કેટલાક નેતાઓએ હવે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી આ ટ્વિટના સ્ક્રીનશોટ શેર કર્યા છે અને પૂછ્યું છે કે શું ગુજરાતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી હવે ખુશ્બુ સુંદર સામે કેસ કરશે, જે હવે ભાજપમાં છે અને રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here