બ્રિટિશ સંસદમાં ભારતીય હાઈ કમિશનમાં તોડફોડનો મુદ્દો ઉઠ્યો, રાજદ્વારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી

0
64

સાંસદોએ ખાલિસ્તાની ઉગ્રવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી

અમૃતપાલ સિંહ પર કાર્યવાહી બાદ ભારતીય હાઈ કમિશનની બહાર હુમલો કર્યો હતો

લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓ દ્વારા તોડફોડનો મુદ્દો ગઈકાલે બ્રિટિશ સંસદના નીચેના ગૃહ હાઉસ ઓફ કોમન્સમાં ઉઠાવવામાં આવ્યો હતો. આ દરમિયાન બ્રિટિશ સાંસદોએ ખાલિસ્તાની ઉગ્રવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની અને ભારતીય રાજદ્વારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી

કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્ય બોબ બ્લેકમેને હિંસા સાથે સંકળાયેલા સંગઠનો પર પ્રતિબંધ મૂકવાના પગલાં પર ગૃહમાં ચર્ચા કરવાની હાકલ કરી હતી. આ ઉપરાંત વિપક્ષી લેબર પાર્ટીના સભ્ય ગેરેથ થોમસે હાઉસ ઓફ કોમન્સના સ્પીકરને આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે લેવામાં આવતા પગલાં વિશે જણાવવા કહ્યું હતું. બોબ બ્લેકમેને કહ્યું કે રવિવાર જે હુમલો થયો હતો તે આટલા વર્ષોમાં છઠ્ઠી વખત હતો જ્યારે ભારતીય હાઈ કમિશન પર આ રીતે હુમલો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે રવિવારે ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલ ગુંડાગીરી આ દેશ માટે શરમજનક છે.

અમૃતપાલ સિંહ પર કાર્યવાહી બાદ હુમલો

પંજાબના ખાલિસ્તાન તરફી સંગઠન વારિસ પંજાબ દેના ચીફ અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓ પર પંજાબ પોલીસની કાર્યવાહી બાદ ભારતીય હાઈ કમિશન પર હુમલો થયો છે. ભારતે આનો સખત વિરોધ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here