હિંદ મહાસાગરમાં ચીનની નૌકા પલટી, 39 લોકો લાપતા

0
78
ચીનની માછીમારીની નૌકા લુ પેંગ યુઆન યુ 028 હિંદ મહાસાગરમાં પલટી ગઈ છે. મંગળવારે આ નૌકા પલટી ગઈ હતી.

ઘટના સમયે નૌકામાં 39 લોકો સવાર હતા જેમાં 17 ચીની ક્રૂ મેમ્બર્સ, 17 ઈન્ડોનેશિયન ક્રૂ મેમ્બર અને 5 ફિલિપિનો ક્રૂ મેમ્બર હતા. જો કે સર્ચ ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે પરંતુ તમામ 39 લોકો લાપતા છે. આ દરમિયાન શોધ અને બચાવના પ્રયાસો ચાલુ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ ઘટનાની જાણ થતાં જ એક મહત્વપૂર્ણ નિર્દેશ જારી કરીને ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમને તાત્કાલિક એક્ટિવ કરવાની હાકલ કરી હતી. ચીનના કૃષિ અને ગ્રામીણ બાબતોના મંત્રાલય, પરિવહન મંત્રાલય અને શેનડોંગ પ્રાંતીય સરકારને તમામને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા, બચાવ કર્મચારીઓની સંખ્યામાં વધારો કરવા અને આંતરરાષ્ટ્રીય શોધ અને બચાવ પ્રયાસોનું સંકલન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત ચીનના વિદેશ મંત્રાલય અને વિદેશમાં સંબંધિત દૂતાવાસોને પણ સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન કરવા અને શોધ અને બચાવ અભિયાનમાં મદદ કરવા સૂચના આપવામાં આવી છે.
એક અંદાજ પ્રમાણે ચીનમાં સૌથી વધુ માછીમારી બોટ છે અને કેટલીકવાર તેઓ મહિનાઓ અને વર્ષો સુધી દરિયામાં માછીમારીનું કામ કરે છે. માછલીનો વ્યવસાય આ દેશની અર્થવ્યવસ્થામાં મોટી ભૂમિકા ભજવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here