આ 6 સમસ્યાથી પીડાતા લોકોએ આમળા ખાવાથી દૂર રહેવું, થઈ શકે છે નુકસાન

0
199
જો સર્જરી થઈ હોય તો આમળાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે આમળાનું વધુ પડતું સેવન કરવાથી રક્તસ્ત્રાવનું જોખમ રહે છે
જો સર્જરી થઈ હોય તો આમળાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે આમળાનું વધુ પડતું સેવન કરવાથી રક્તસ્ત્રાવનું જોખમ રહે છે

આમળાના ઘણા લાભાલાભ છે. જો કે, આમળા ખાવાથી દરેકને ફાયદો થતો નથી અને અમુક તકલીફ ધરાવતા લોકોને તેની આડઅસરો પણ જોવા મળી શકે છે. જેથી અહીં આમળા કોને ન ખાવા તે અંગે જાણકારી આપવામાં આવી છે.

આમળામાં ઘણા બધા ગુણો છે. જેથી તે સુપરફૂડ (winter superfood) ગણાય છે. શિયાળામાં આમળા ખાવાથી ઘણા ફાયદા થાય છે. આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે વિવિધ પ્રકારના એન્ટીઓક્સીડેન્ટનો સ્ત્રોત છે. આમળાનો પાક શિયાળાની ઋતુમાં તૈયાર છે. આથી શિયાળામાં આમળાની ખૂબ જ આવક થાય છે. આમળામાં નારંગી કરતાં 20 ગણું વધારે વિટામિન સી હોય છે. શિયાળામાં આમળાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. ભારતમાં આમળામાંથી અનેક પ્રકારની વસ્તુઓ બનાવી ખાવામાં આવે છે. આમળાના ઘણા લાભાલાભ (Amla benefits) છે. જો કે, આમળા ખાવાથી દરેકને ફાયદો થતો નથી અને અમુક તકલીફ ધરાવતા લોકોને તેની આડઅસરો (side effects of amla) પણ જોવા મળી શકે છે. જેથી અહીં આમળા કોને ન ખાવા તે અંગે જાણકારી આપવામાં આવી છે.આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જે ફળની એસિડિક પ્રકૃતિને વધારે છે. અભ્યાસ મુજબ આમળાથી હાર્ટ બર્નમાં રાહત થાય છે, પરંતુ તેનાથી હાઇપરએસિડિટી લોકોમાં સમસ્યા વધી શકે છે. ખાલી પેટ આમળા ખાવાથી પેટમાં દુ:ખાવો અને એસિડિટીની સમસ્યા થઈ શકે છેજો લોહીને લગતી બીમારી હોય, ઘા હોય કે ત્વચા પર ક્યાંક વાગી ગયું હોય તો આમળાનું સેવન ન કરવું. કારણ કે આમળામાં એન્ટિપ્લેટલેટ્સ ગુણ હોય છે, એટલે કે તે લોહીને પાતળું કરે છે. આનો અર્થ એ છે કે તે લોહીના ગઠ્ઠા બનતા અટકાવી શકે છે. આમળાનો આ ગુણ હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. પરંતુ કોઈ પ્રકારના બ્લડ ડિસઓર્ડરથી પીડાઈ રહેલા લોકો માટે આમળા સારો વિકલ્પ નથી. આવા લોકોએ ડોક્ટરનો સંપર્ક કર્યા પછી જ આમળા ખાવા જોઈએ.જો સર્જરી થઈ હોય તો આમળાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે આમળાનું વધુ પડતું સેવન કરવાથી રક્તસ્ત્રાવનું જોખમ રહે છે. તેથી સર્જરીના બે અઠવાડિયાની સુધી આમળા ન ખાવા હિતાવહ છે. આ ઉપરાંત જે લોકો સર્જરી કરાવવાના હોય તેઓએ પણ આમળા ન ખાવા જોઈએ. લાંબા સમય સુધી રક્તસ્ત્રાવના કારણે હાઇપોક્સિમિયા, ગંભીર એસિડોસિસ અથવા મલ્ટિઓર્ગન ડિસફંક્શન થઈ શકે છે.આમળા બ્લડ સુગરનું સ્તર ઘટાડે છે. ટાઇપ 1 અને ટાઇપ-2 ડાયાબિટીસથી પીડાતા લોકો માટે તે ફાયદાકારક છે, પરંતુ જે લોકોનું બ્લડ સુગરનું સ્તર ઓછું હોય છે, તેમના માટે તે સારું નથી. જે લોકોને એન્ટી ડાયાબિટીસ દવા ચાલતી હોય તેઓ માટે પણ તે સારું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here