સારી ઊંઘ લેવાથી મળશે તન અને મનને આરામ

0
497
આરામદાયક ઊંઘ લેવા માટે સારી ગુણવત્તાનું ગાદલું જરૂરી છે. ગાદલું સારું ન હોય તો ઊંઘના ખલેલ પહોંચે છે અને શરીરમાં દુઃખાવો થાય છે.
આરામદાયક ઊંઘ લેવા માટે સારી ગુણવત્તાનું ગાદલું જરૂરી છે. ગાદલું સારું ન હોય તો ઊંઘના ખલેલ પહોંચે છે અને શરીરમાં દુઃખાવો થાય છે.

સારા આરોગ્ય માટે પૂરતી ઊંઘ જરૂરી છે. યોગ્ય સમયની ઊંઘ પૂરી ન થવાથી વ્યક્તિ માનસિક અને શારીરિક તકલીફમાંથી પસાર થઈ શકે છે. ચામડી, આંખો, પાચન તંત્ર અને કિડની સહિતના અવયવો પર ગંભીર અસર થઈ શકે છે. આરામદાયક ઊંઘ લેવા માટે સારી ગુણવત્તાનું ગાદલું જરૂરી છે. ગાદલું સારું ન હોય તો ઊંઘના ખલેલ પહોંચે છે અને શરીરમાં દુઃખાવો થાય છે. આવી સ્થિતિ ટાળવા માટે સારી ગુણવત્તાવાળા મેમરી ફોમ અને આયુર્વેદિક ગાદલા ફાયદાકારક નીવડી શકે છે.

એરોમાથેરાપી (Aromatherapy)

પૂરતી અને આરામદાયક ઊંઘ માટે આ થેરાપી એકદમ અસરકારક છે. તેના માટે લવન્ડર સુગંધનો ઉપયોગ કરી શકાય. તેના કારણે ઊંઘની પેટર્નમાં સુધારો થઈ શકે છે. આખા દિવસની વ્યસ્તતા બાદ રાત્રે એરોમાથેરાપી મનને શાંત કરે છે અને તમારી ત્વચાને સ્વસ્થ રાખે છે.

સિલ્ક સ્લીપ માસ્કનો ઉપયોગ રાત્રે તમારી આંખ પર પડતો પ્રકાશ પણ ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. જેથી સિલ્ક સ્લીપ આઇ માસ્કનો ઉપયોગ કરો. તેનાથી આંખમાં પ્રકાશ આવશે નહીં. આ માસ્ક તમારા ચહેરાને કરચલીઓ અને આંખ નીચેના સર્કલથી પણ બચાવે છે.

ઊંડા શ્વાસ લેવા (Deep breathing)

સામાન્ય માન્યતા છે કે મહેનતના કારણે તરત ઊંઘ આવી જાય છે. પરંતુ સારી ઊંઘ લેવા માટે મન, મગજ અને શરીરને શાંતિ મળવી જરૂરી છે. જો શાંતિ ન હોય તો ઊંઘ સારી આવતી નથી. જેથી ઊંડા શ્વાસ લઈ તણાવ અને થાકને દૂર કરી શકાય છે. જેના પરિણામે ઊંઘ સારી આવે છે.

નવશેકા પાણીથી સ્નાન કરો (take a warm bath)

સૂવાની 20 થી 30 મિનિટ પહેલા ગરમ સ્નાન કરો. આમ કરવાથી શરીરના સ્નાયુઓ અને ચેતાઓને આરામ મળે છે. જે તમને સારી ઊંઘ આપે છે. શરીરના તાપમાનમાં ઘટાડો ઊંઘને સરળ બનાવે છે. તેથી નવશેકા પાણીથી સ્નાન કરવું સારી ઊંઘ માટે ખૂબ મદદરૂપ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here