વંદે ભારત એક્સપ્રેસની દિલ્હી હાવરા ટ્રેક પર બ્રેક જામ થઈ, યાત્રીઓને અન્ય ટ્રેનમાં રવાના કર્યાં

0
93
આ અગાઉ ગુજરાતમાં પણ વંદે ભારત ટ્રેન ઢોર સાથે અથડાઈ ગઈ હતી. જેમાં 4 ભેંસોના મોત થઈ ગયા હતા. જેને લઈને ટ્રેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.
નવી દિલ્હી રેલવે સ્ટેશનથી 1045 કલાકે રવાથી થયેલી ટ્રેન ખુર્જા રેલવે જંક્શન પર પહોંચી અને ત્યાં યાત્રીઓેને શતાબ્દી એક્સપ્રેસથી રવાના કર્યા.

નવી દિલ્હી: દિલ્હી-હાવડા ટ્રેક પર દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક ખરાબી આવી ગઈ હતી. ખુર્જા રેલવે જંક્શન પર ટ્રેક્શન મોટર સીઝ થવાથી ટ્રેનની બ્રેક જામ થઈ ગઈ હતી. ત્યાર બાદ ટ્રેનના મુસાફરોને શતાબ્દી એક્સપ્રેસમાં શિફ્ટ કરીને મોકલવા પડ્યા હતા. ટ્રેનમાં ખરાબી આવતા આ ટ્રેન લગભગ 4 કલાક મોડી પહોંચી હતી. આ બાજૂ મધ્ય રેલવેના દનકૌર અને વૈર સ્ટેશનોની વચ્ચે C-8 કોચના ટ્રેક્શન મોટરમાં બેયરિંગ ડિફેક્ટના કારણે વંદે ભારત રેક ફેલ થઈ ગઈ હતી. એડીઆરએમ ડીએલઆઈ પોતાની ટીમ સાથે આ ટ્રેનમાં ઓન બોર્ડ નીરિક્ષણ કરી રહ્યા હતા. NCR ટીમની મદદથી બેયરિંગ જામ થઈ ગઈ હતી. જો કે, 80 મીમીના એક ફ્લેટ ટાયરના વિકાસના કારણે ટ્રેનને ખુર્જા સુધી 20 કિમી પ્રતિ કલાકની સ્પિડ સુધી લાવવામાં આવી. નવી દિલ્હી રેલવે સ્ટેશનથી 1045 કલાકે રવાથી થયેલી ટ્રેન ખુર્જા રેલવે જંક્શન પર પહોંચી અને ત્યાં યાત્રીઓેને શતાબ્દી એક્સપ્રેસથી રવાના કર્યા. આ અગાઉ ગુજરાતમાં પણ વંદે ભારત ટ્રેન ઢોર સાથે અથડાઈ ગઈ હતી. જેમાં 4 ભેંસોના મોત થઈ ગયા હતા. જેને લઈને ટ્રેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. તો વળી ઘટનાને લઈને રેલવે તરફથી ઢોરના માલિકો પર કેસ નોંધાયો છે. તો વળી ગત શુક્રવારે ગાંધીનગરથી મુંબઈ જઈ રહેલી એક ટ્રેન ગાય સાથે અથડાઈ હતી, જે બાદ ટ્રેનને લગભહ 10 મીનિટ સુધી રોકી રાખવી પડી હતી. જો કે, આ ઘટનામાં કોઈ ખાસ નુકસાન થયું નહોતું. ફક્ત ફ્રન્ટ કોચની આગળના ભાવમાં મામૂલી ઘા લાગ્યો છે. દેશમાં હાલના સમયમાં ત્રણ વંદે ભારત ટ્રેન ચલાવામાં આવી રહી છે. તેમાં પ્રથમ નવી દિલ્હીથી વારાણસી, બીજી નવી દિલ્હીથી માતા વૈષ્ણો દેવી કટરા અને હવે સપ્ટેમ્બરમાં ગાંધીનગરથી અમદાવાદ થઈને મુંબઈ સુધી શરુ થઈ છે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાથી સજ્જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here