‘પટનામાં રહું છું તો CBI દિલ્હીમાં…’ , લેન્ડ ફોર જોબ મામલે જાહેર કરાયેલું સમન તેજસ્વી યાદવે હાઇકોર્ટમાં પડકાર્યું

0
84
લેન્ડ ફોર જોબ મામલે બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે,CBI તરફથી આપવામાં આવેલાં સમનને હાઇકોર્ટમાં પડકાર્યો છે. દિલ્હી HCમાં દાખલ કરાયેલી અરજીમાં તેજસ્વી તેના વિરુદ્ધ CBIના સમનને રદ્દ કરવાની માગ કરી છે. અરજીમાં તેજસ્વીએ કહ્યું છે કે, ‘હું પટનામાં રહુ છુ તો CBI મને દિલ્હીમાં સમન આપી રહી છે.’ દિલ્હીમાં સમન આપી રહી છે. અરજીમાં તેમણે કહ્યું છે કે, CRPCની કલમ 160 અંતર્ગત નોટિસ મત્ર સ્થાનિક અધિકાર ક્ષેત્રે જાહેર કરી શકાય છે. CBIએ તેમને દિલ્હીમાં હાજર થવા માટે નોટિસ જાહેર કરી કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેજસ્વી તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તેમણે CBI સાથે વર્તમાન બિહાર વિધાનસભા સત્ર પૂરું થવા સુધીનો સમય માગ્યો છે. ત્રણવાર તે CBIને આ અંગે કહી ચૂક્યા છે. બિહારના ડેપ્યુટી CMએ અરજી દાખલ કરી કહ્યું છે કે, નવનિયુક્ત ડેપ્યુટી CM તરીકે સત્રમાં સામેલ થવું તેમનું કર્તવ્ય છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં તેજસ્વી યાદવે સોમવારે આરોપ લગાવ્યો હતો કે, એમ્ફોર્મેન્ટ ડિરેક્ટોરેટે ગયા અઠવાડિયે તેમના દિલ્હી સ્થિત ઘર પર અડધો કલાકમાં રેડ પુરી કરી દીધી હતી. પણ તેમને ઉપરથી આદેશ ના મળ્યા ત્યાં સુધી તે ઘરમાં જ રહ્યા હતાં. તેજસ્વી યાદવે રાજ્યની વિધાનસભા બહાર પત્રકારો સાથે વાતચીત કરતાં આરોપથી અર્જિત 600 કરોડ રૂપિયા વિશે ખબર પડી હોવાના દાવાને પણ ફગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, તેમના વિવાહિત બહેન અને તેના સાસરિયાઓનો ઉપયોગ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here