આજે સંસદમાં હાજરી આપશે રાહુલ ગાંધી, લંડનમાં આપેલા નિવેદનને લઈને આપી શકે છે જવાબ

0
71
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે લંડનથી પરત ફર્યા બાદ સંસદમાં હાજરી આપશે. અપેક્ષા રાખવામાં આવી રહી છે કે તેઓ લંડનમાં પત્રકારોને આપેલા નિવેદન પર જવાબ આપી શકે છે. રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક સેશન દરમિયાન ભારતમાં લોકતાંત્રિક હુમલાની વાત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે બધી જ સંસ્થાઓ પર કબ્જો કરી લેવામાં આવ્યો છે. 13 માર્ચથી શરૂ થયેલા બજેટ સત્રના બીજા ચરણમાં લંડનમાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર ભારે હંગામો થઇ રહ્યો છે. ભાજપ રાહુલ ગાંધી પાસેથી માફીની માંગ કરી રહી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, ‘આજે, દેશનો દરેક નાગરિક ભારતીય સંસદમાં માફીની માંગ કરી રહ્યો છે.’ લોકસભા અને રાજ્યસભામાં બંને સદનમાં ભારે હંગામો થયો હતો.

ભાજપાએ કરેલા આરોપો વચ્ચે કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના બચાવમાં ઉતરી ગઇ હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, ‘માફીની માગ કરી રહેલા લોકોને હું પૂછવા માંગું છું કે, પીએમ મોદી 5-6 દેશોમાં ગયા અને દેશના લોકોને શર્મિદા કર્યા હતા અને કહ્યું કે ભારતમાં જન્મ લેવો પાપ છે. અભિવ્યકિત અને બોલવાની આઝાદી પર નબળા કરવામાં આવ્યા. સત્ય બોલનારને જેલમાં નાખવામાં આવી રહ્યા છે. જો આ લોકતંત્રનો અંત નથી તો શું છે?’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here