મોદી સરકારે સતલુજ નદી પર 2600 કરોડના મિશનને મંજૂરી આપી

0
125
2,614 કરોડનો ખર્ચે આ યોજના સતલજ નદી પર બનાવવામાં આવશે
ભારત ગ્રીન હાઇડ્રોજનનું વૈશ્વિક હબ બનશે: અનુરાગ ઠાકુર

નવી દિલ્હી : PM મોદીના નેતૃત્વમાં કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સાથે તેમણે માહિતી આપી હતી કે ભારત ગ્રીન હાઇડ્રોજનનું વૈશ્વિક હબ બનશે. દર વર્ષે 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન થશે.  કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આજે માહિતી આપતાં જણાવ્યું હતું કે PM મોદીના નેતૃત્વમાં કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આજે કેન્દ્રીય કેબિનેટે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને મંજૂરી આપી છે. ભારત ગ્રીન હાઇડ્રોજનનું વૈશ્વિક હબ બનશે. વાર્ષિક 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન થશે.કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે 60-100 ગીગાવોટની ક્ષમતાનું ઈલેક્ટ્રોલાઈઝર તૈયાર કરવામાં આવશે. ઈલેક્ટ્રોલાઈઝરના ઉત્પાદન અને ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન પર 17,490 કરોડની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. ગ્રીન હાઈડ્રોજનનું હબ વિકસાવવા માટે 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન માટે આજે 19,744 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ મિશનથી 8 લાખ કરોડ રૂપિયાનું સીધું રોકાણ થશે અને તેના દ્વારા 6 લાખ નોકરીઓ આપવામાં આવશે. આ સિવાય તેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશ માટે 382 મેગાવોટ સુન્ની ડેમ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. 2,614 કરોડનો ખર્ચ થશે. અને આ યોજના સતલજ નદી પર બનાવવામાં આવશે.ગ્રીન હાઇડ્રોજન એ એક પ્રકારની સ્વચ્છ ઉર્જા છે, જે સૌર ઉર્જા જેવી નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ કરીને પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિભાજીત કરીને ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે વીજળી પાણીમાંથી પસાર થાય છે, ત્યારે હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે. આ હાઇડ્રોજનથી ઘણી વસ્તુઓ ચલાવવા માટે આ ઊર્જા મહત્વનું કામ કરી શકે છે. હાઇડ્રોજન બનાવવા માટે વપરાતી વીજળી નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોમાંથી કરવામાં આવે છે. અને તેનાથી પ્રદૂષણ નથી થતું. અને તેથી જ તેને ગ્રીન હાઇડ્રોજન કહેવામાં આવે છે. પર્યાવરણવાદીઓ દાવો કરે છે કે તે તેલ શુદ્ધિકરણ, ખાતર, સ્ટીલ અને સિમેન્ટ જેવા ભારે ઉદ્યોગોને ડીકાર્બોનાઇઝ કરવામાં મદદ કરી શકે છે. તેથી તે વૈશ્વિક કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here