ગુજરાતમાં દર ત્રણ કલાકે 11 લોકોને ડંખી રહ્યો છે કોરોના, અમદાવાદની બે મોટી સ્કૂલોમાં વિધાર્થીઓ સંક્રમિત

0
93
અમદાવાદની બે શાળાના વિધાર્થીઓ કોરોના સંક્રમિત થતા વાલીઓ ચિંતામાં પેઠા છે. શહેરની બે જાણીતી સ્કૂલ મહારાજા અગ્રસેન અને સત્વ વિકાસ શાળાના 1-1 વિદ્યાર્થી સંકમિત થયા છે.
અમદાવાદની બે શાળાના વિધાર્થીઓ કોરોના સંક્રમિત થતા વાલીઓ ચિંતામાં પેઠા છે. શહેરની બે જાણીતી સ્કૂલ મહારાજા અગ્રસેન અને સત્વ વિકાસ શાળાના 1-1 વિદ્યાર્થી સંકમિત થયા છે.

અમદાવાદ: ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં દર ત્રણ કલાકે 11 લોકોને કોરોના ડંખી રહ્યો છે. ગત 24 કલાકમાં 91 નવા કેસ અને 2 દર્દીના કોરોનાને લીધે મોત થયા છે. શહેરમાં ફરી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જેના કારણે શહેરીજનોમાં ચિંતાના વાદળો છવાયા છે. ગઈકાલે અમદાવાદમાં નવા 25 કેસ નોંધાયા હતા, તેમાંથી 25 પૈકીના 2 વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થયા હોવાની માહિતી મળી રહી છે. 

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની બે શાળાના વિધાર્થીઓ કોરોના સંક્રમિત થતા વાલીઓ ચિંતામાં પેઠા છે. શહેરની બે જાણીતી સ્કૂલ મહારાજા અગ્રસેન અને સત્વ વિકાસ શાળાના 1-1 વિદ્યાર્થી સંકમિત થયા છે. જેના કારણે તંત્ર અને શિક્ષણ અધિકારીમાં ભાગદોડ મચી ગઈ છે. શિક્ષણ અધિકારી દ્વારા બંને શાળાના સંબંધિત વર્ગ 10 દિવસ માટે બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. શહેરમાં અત્યાર સુધીમાં 6 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે.

અમદાવાદમાં ઓમિક્રોનનો વિસ્ફોટ થયો છે. અમદાવાદમાં એક સાથે ત્રણ મહિલા, એક પુરૂષ અને એક બાળકી ઓમિક્રોનથી સંક્રમિત મળ્યા છે. આ સાથે શહેરમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા સાત થઈ ગઈ છે. જ્યારે ગુજરાતમાં ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યા 19 થઈ ગઈ છે. 

તમામનું વિદેશી કનેક્શન આવ્યું સામે
અમદાવાદમાં કોંગોથી આવેલી એક 32 વર્ષીય મહિલા અને એક 8 વર્ષની બાળકી ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. તો દુબઈથી આવેલી એક મહિલામાં પણ ઓમિક્રોનથી પુષ્ટિ થઈ છે. જ્યારે એક 42 વર્ષીય પુરૂષ ટાન્ઝાનિયાથી આવ્યો હતો. તેનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો એક યુકેથી આવેલી 40 વર્ષીય મહિલા પણ ઓમિક્રોનથી સંક્રમિત મળી છે. 

અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 91 અને ઓમિક્રોનના નવા 9 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના 41 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 25 નવા કેસ નોંધાયા છે. 3 શહેર અને 22 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. તો કોરોનાને લીધે સુરત શહેર અને દેવભૂમિ દ્વારકામાં કોરોનાથી 1-1 દર્દીનું મોત થયું છે. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.71 ટકા રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં 24 કલાકમાં ઓમિક્રોનના 9 કેસ નોંધાયા, જેમા 5 કેસ તો માત્ર અમદાવાદના છે. 

અમદાવાદમાં બાળકી સહિત 5 લોકોનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 23 કેસ નોંધાયા છે, જેમાથી હાલમાં 19 લોકો સારવાર હેઠળ છે જ્યારે 4 લોકો સાજા થઈ જતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ઓમિક્રોનના લીધે એકપણ મોત નોંધાયું નથી. અમદાવાદ શહેરમાં ઓમિક્રોન પોઝિટિવ આવેલા દર્દીઓ વિદેશથી આવ્યા બાદ કોરોના પોઝિટિવ આવતાં તેઓના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here