સુરતમાં અસિત વોરાના રાજીનામાની માગ કરતાં આપના નેતાઓ અને પોલીસ વચ્ચે મારામારી

0
276
આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવા પહેલા જ પોલીસે ધરપકડ કરતાં ભારે હોબાળો મચાવ્યો હતો.
આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવા પહેલા જ પોલીસે ધરપકડ કરતાં ભારે હોબાળો મચાવ્યો હતો.

સુરત : હેડ ક્લાર્કની ભરતીના પેપર ફૂટ્યાં બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. આપ દ્વારા અસિત વોરાના રાજીનામાની માગ સાથે સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં આપના કાર્યકરો- નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસે આપના નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.મારામારી દરમિયાન ઉમરાના પીઆઈને પણ ઈજાઓ પહોંચી હતી.આપના નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી.આમ આદમી પાર્ટીએ જિલ્લા સેવા સદન ખાતે કલેકટરને મળીને આવેદનપત્ર પણ આપતા પહેલા જ અંદરના ગેટ ખાતેથી તેમને ડિટેઈન કરી લેવાયા હતા.પેપર લીકમાં અસિત વોરા સહિતના દોષિતો સામે તાત્કાલિક પગલા લેવા માટે માંગ કરવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા સહિતના અલગ-અલગ હોદ્દેદારોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવીપોલીસે વિરોધ પક્ષના પાલિકાના નેતાની પણ ટીંગોટોળી કરી હતી.આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવા પહેલા જ પોલીસે ધરપકડ કરતાં ભારે હોબાળો મચાવ્યો હતો. જિલ્લા સેવા સદનના ગેટ પર જ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ પોલીસની સામે પણ રજૂઆત કરી હતી. પરંતુ તેમના અંદર જવા દેવામાં આવ્યા. ભાજપ પાર્ટી ચોર છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ચોર છે. આ પ્રકારના સતત નારાઓ લગાડવામાં આવ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના વિરોધમાં આમ આદમી પાર્ટીએ જબરજસ્ત સુત્રોચ્ચાર કર્યારસ્તા પર બેસી ગયેલા આપના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.આવેદન આપવા પૂર્વે જ આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ થતાં તેઓ સતત પોલીસની સામે આક્ષેપ કરતાં કહ્યું, કે અમે આતંકવાદી નથી. અમને આવેદન આપવા માટે અંદર જવા દો પરંતુ પોલીસ દ્વારા તેમને અંદર જતા રોકવામાં આવ્યા હતા. ઉમરા પોલીસ સ્ટેશન સહિતનો સ્ટાફ કલેકટર કચેરી ખાતે પહોંચી ગયો હતો.આપના કાર્યકરોએ નારેબાજી કરી હતી.આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી કે, આવેદનપત્ર આપ્યા બાદ ગાંધી પ્રતિમા ખાતે ધરણા પ્રદર્શન કરશે. જો કે ગાંધી પ્રતિમા ખાતે પણ પોલીસ વાન સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જિલ્લા સેવા સદન ખાતેથી ધરપકડ થવાને કારણે તેઓ ચોક ગાંધી પ્રતિમા પાસે આમ આદમી પાર્ટીના નેતા પહોંચ્યા ન હતા. આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે, અમે કોઈ આતંકવાદી હોય ન હતા છતાં પણ અમને તમામ મહિલાઓ પોલીસ દ્વારા પણ જબરજસ્તી ટીંગાટોળી કરીને અમારા મહિલા કાર્યકર્તાઓને લઈ જવામાં આવ્યા તેમજ પોલીસ દ્વારા ઘસડીને અમારા કાર્યકર્તાઓને પોલીસવાનમાં રાખવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here