જમીનની બદલે રેલવેમાં નોકરી કૌભાંડ મુદ્દે લાલૂ પરિવાર સહિત 14 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે

0
253
જમીનના બદલે નોકરી કૌભાંડમાં રજૂ કરાયેલ આરોપપત્રમાં CBIએ કહ્યું કે લાલૂ પ્રસાદના પરિવારને પોતાની જમીન વેચનાર અપાત્ર ઉમેદવારોને રેલવેના નિર્ધારિત માપદંડો અને પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરીને નોકરીઓ આપવામાં આવી હતી. આ અપાત્ર ઉમેદવારોને પ્રત્યક્ષ રુપથી કે પરિવારજનોના માધ્યમથી તત્કાલીન કેન્દ્રિય રેલ મંત્રી લાલૂ પ્રસાદ યાદવના પરિવારના સભ્યોને પોતાની જમીન બજાર કિંમતથી 1/4થી 1/5 સુધીના દરો પર વેંચી હતી. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં વિશેષ જજ ગીતાંજલી ગોયલે CBIના આરોપપત્રને ધ્યાનમાં લીધા બાદ તાજેતરમાં જ લાલૂ, તેમની પત્ની અને બિહારના પૂર્વ સીએમ રાબડી દેવી અને 14 અન્યને બુધવાર માટે સમન આપ્યું છે. CBIએ ગયા વર્ષે ઓક્ટોબરમાં આ આરોપપત્ર દાખલ કર્યું હતું.

નોકરીના બદલે જમીન કૌભાંડ શું છે?
2004થી 2009 દરમિયાન લાલૂ પ્રસાદ યાદવ યૂપીએ સરકારમાં રેલ મંત્રી હતા. આરોપ છે કે લાલૂના રેલ મંત્રી રહેતા રેલવે ભરતીમાં કૌભાંડ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે નોકરી આપવાના બદલે આવેદકો પાસેથી જમીન અને પ્લોટ લેવામાં આવ્યાં હતાં.

CBIએ આ મુદ્દે તપાસ પછી લાલૂ પ્રસાદ યાદવ અને તેમની દીકરી મીસા ભારતી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપ છે કે જે જમીન લેવામાં આવી તે રાબડી દેવી અને મીસા ભારતીના નામે લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here