નિરાશાજનક બજેટસત્ર : પાંચ વર્ષમાં સૌથી ઓછી કામગીરી

0
79
– લોકસભામાં 45 કલાક જ્યારે રાજ્યસભામાં માત્ર 31 કલાક જ કામ થઇ શક્યું
– અધ્યક્ષે શાંતિ જાળવવા વિપક્ષ સાથે બેઠક યોજી હતી, છતા અમને સત્ર દરમિયાન ઓછું કામ કરવા દીધું : સરકારનો બચાવ

– અદાણી મામલે જેપીસી તપાસની માગથી ધ્યાન ભટકાવવા સરકારે બિનજરૂરી મુદ્દા ઉઠાવ્યા : કોંગ્રેસ

નવી દિલ્હી : લોકસભા અને રાજ્યસભાના આ વખતના બજેટસત્ર દરમિયાન થયેલી કામગીરીની વિગતો જાહેર કરવામાં આવી છે. જે મુજબ લોકસભાની કાર્યવાહી ૧૩૩ કલાકમાંથી માત્ર ૪૫ કલાક જ ચાલી શકી હતી જ્યારે તેવી જ રીતે રાજ્યસભાની કાર્યવાહી પણ ૧૩૦ કલાકોમાંથી માત્ર ૩૧ કલાક સુધી જ ચાલી હતી. ગુરુવારે આગામી સત્ર કે બેઠક સુધી સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષના બજેટસત્રમાં આ વખતનું બજેટસત્ર કામગીરીની દ્રષ્ટીએ સાવ નિરાશાજનક રહ્યું હતું અને પાંચ વર્ષમાં સૌથી ઓછા કલાક કામગીરી થઇ શકી હતી.  

૧૭મી લોકસભાએ તેના પાંચ વર્ષના કાર્યકાળના અંતિમ વર્ષમાં પ્રવેશ કર્યો હતો, વર્તમાન લોકસભામાં માત્ર ૫૮ દિવસ જ બેઠક થઇ શકી હતી. સંસદનું બજેટસત્ર ૩૧મી જાન્યુઆરી ૨૦૨૩થી ૬ એપ્રીલ, ૨૦૨૩ સુધી ચાલ્યું હતું. જે દરમિયાન ૧૪મી ફેબુ્રઆરીથી ૧૨મી માર્ચ સુધી વિરામ રાખવામાં આવ્યો હતો. પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ આ વખતના બજેટ સત્રમાં લોકસભાની પ્રોડક્ટિવિટી ૩૪.૩૮ ટકા રહી હતી. તેવી જ રીતે રાજ્યસભાની પ્રોડક્ટિવિટી ૨૪.૪ ટકા રહી છે. રાજ્યસભાએ નોન-લેજિસ્લેટિવની કામગીરી પાછળ ૨૦ કલાક જ્યારે રાજ્યસભાએ ૧૮ કલાક આપ્યા હતા. 

લોકસભાએ પ્રશ્નકાળ પાછળ ૪.૩૨ કલાક જ્યારે રાજ્યસભાએ ૧.૮૫ કલાક જ ફાળવ્યા હતા. કોંગ્રેસ સહિતના વિપક્ષોએ અદાણીનો મામલો વારંવાર ઉઠાવ્યો હતો અને સંયુક્ત સંસદીય સમિતિને તપાસ સોપવાની માગણી કરવામાં આવી હતી. તેવી જ રીતે રાહુલ ગાંધીના વિદેશમાં ભારત અંગેના નિવેદનનો મામલો સત્તાધારી ભાજપના સાંસદોએ ઉઠાવ્યો હતો. તેથી સત્તાધારી અને વિરોધી પક્ષો એમ બન્ને તરફથી આ વખતે હોબાળો જોવા મળ્યો હતો પણ વિપક્ષ દ્વારા વિરોધ વધુ કરાયો હતો. જેને પગલે સંસદમાં બહુ જ ઓછુ કામ થઇ શક્યું હતું. લોકસભામાં સરકાર દ્વારા કુલ આઠ બિલ રજુ કરાયા હતા જેમાંથી માત્ર છ જ પસાર કરી શકાયા હતા. જ્યારે ૨૯ સવાલોનો મૌખીક જવાબ આપવામાં આવ્યો હતો.  ૧૯૫૨થી અત્યાર સુધી આ વખતનું બજેટ સત્ર છઠ્ઠુ સૌથી ટુંકુ બજેટસત્ર સાબિત થયું હતું. 

સરકારે આરોપ લગાવ્યો હતો કે સંસદની કાર્યવાહી બરાબર ન ચાલવા પાછળ વિપક્ષ જવાબદાર છે. કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે આરોપ લગાવ્યો હતો કે લોકસભાના અધ્યક્ષે શાંતિથી કામગીરી ચાલે તે માટે બેઠક પણ બોલાવી હતી, જોકે વિપક્ષે કોઇ જ સહકાર નથી આપ્યો. જ્યારે બીજી તરફ વિપક્ષે એકતા દેખાડી હતી. વિપક્ષના નેતાઓએ હાથમાં તિરંગા સાથે સંસદથી વિજય ચોક સુધી માર્ચ કાઢી હતી. જ્યારે બાદમાં      ૧૯ પક્ષોના પ્રતિનિધિઓએ કન્સ્ટિટયૂશન ક્લબમાં પ્રેસ કોન્ફરંસ યોજી હતી. અને વિપક્ષને વધુ મજબુત બનાવવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે અમારી માગણી હતી કે સરકાર અદાણી મામલે સંયુક્ત સંસદિય કમિટી દ્વારા તપાસ કરાવે જોકે કેન્દ્ર સરકારે અમારા મુળ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે બિનજરૂરી મામલાઓને લઇને હોબાળો મચાવ્યો હતો. 

વર્ષ 2015 થી 2023 સુધી બજેટસત્રમાં સંસદની કામગીરી 

બજેટલોકસભારાજ્યસભા
સત્ર(કામના કલાકો)(કામના કલાકો)
૨૦૧૫૨૪૬૧૮૧.૨
૨૦૧૬૧૯૮.૨૧૫૬.૩
૨૦૧૭૧૭૮.૧૧૬૩.૩
૨૦૧૮૩૪.૧૪૫.૩
૨૦૧૯૨૮૦.૭૧૯૫.૫
૨૦૨૦૧૧૧.૨૯૩.૮
૨૦૨૧૧૩૧.૮૧૦૪.૪
૨૦૨૨૧૭૭૧૨૭.૬
૨૦૨૩૪૫.૯૩૧.૮

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here