પાટણના ગજા ગામમાં નાનાભાઈએ પિતરાઈ મોટાભાઈને 71 મતે હરાવ્યા

0
106
જ્યારે ગણતરી શરૂ કરવાનો નવ વાગ્યાનો સમય હોવા છતાં મતગણતરી શરૂ ન થતાં ઉમેદવારો અને ટેકેદારોમાં રોષ જોવા મળ્યો હતો.
જ્યારે ગણતરી શરૂ કરવાનો નવ વાગ્યાનો સમય હોવા છતાં મતગણતરી શરૂ ન થતાં ઉમેદવારો અને ટેકેદારોમાં રોષ જોવા મળ્યો હતો.

નર્મદાના નરખડી ગામ સરપંચ વિજેતા મમતાબેન સતીષભાઈ વસાવા 9 મતથી વિજેતા

રાજ્યની 8684 ગ્રામપંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે ફેંસલાનો દિવસ છે. રાજ્યના તાલુકા મથકો પર મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યમાં સરપંચપદના 27,200 અને સભ્યપદના 1,19,998 ઉમેદવારનાં ભાવિનો ફેંસલો ગણતરીના કલાકોમાં જ થઈ જશે. આમ તો પાર્ટીના સિમ્બોલ પર ગ્રામપંચાયતની ચૂંટણીઓ નથી લડાતી, પરંતુ ચૂંટણીનાં પરિણામો બાદ રાજકીય પક્ષોને પણ ક્યાં કેટલું સમર્થન મળ્યું એનો ખ્યાલ આવી જશે. ભાવનગરમાં મતગણતરી સ્થળે તંત્રએ મીડિયાને પ્રવેશવાની ના પાડતાં હોબાળો થયો હતો. જ્યારે ગણતરી શરૂ કરવાનો નવ વાગ્યાનો સમય હોવા છતાં મતગણતરી શરૂ ન થતાં ઉમેદવારો અને ટેકેદારોમાં રોષ જોવા મળ્યો હતો. વિવિધ મતગણતરી કેન્દ્રો પર મત પેટીઓ ખોલી સરપંચ અને સભ્યોની અલગ-અલગ થપ્પીઓ કરવાની કામગારી શરૂ કરવામાં આવી છે.

ભાવનગરના ભોજપરા ગામના સરપંચ પદે સોનલબા શક્તિસિંહ ગોહિલ વિજેતા

ગાંધીનગરના રતનપુર ગામના સરપંચ પદે વીરેન્દ્ર સિંહ બિહોલાનો 458 મતથી વિજય

દાહોદના દે.બારીયાના નાળાતોડમાં ભુપેન્દ્રસિંહ અમર શીહ રાઠવાનો વિજય

અરવલ્લી જિલ્લાના મોડાસાના માલપુરના ટુણાદરમાં યોગીનીબેન અને સઋરપુરમાં કોદીબેન બામણીયાનો વિજય

પાટણના શંખેશ્વરના રુનીમાં દિનેશ મકવાણા, ચાણસ્માના ગલોલી વાસણામાં દિવાબેનની જીત, રાધનપુરના ધોરકડામાં હિનાબેન આહીરનો વિજય

ધ્રાંગધ્રાના સજ્જનપુરમાં લાલજી પટેલનો વિજય

ઝાલોદના ટાંડીમાં સરપંચ પદે પ્રિયંકાબેન પ્રકાશભાઈ ભાભોરનો 49 મતથી વિજેતા
દાહોદના ભીટોડીમાં સરપંચ પદે વિનોદભાઈ ડામોરનો વિજય

વિરમગામના જક્સી ગામમાં પંચાયત સરપંચ પદે નવઘણજી ઠાકોર વિજેતા

નવસારીના પીનસાડ-સરોણા ગામના સપરંચ પદે નયન પટેલનો વિજય

દસ્ક્રોઈ તાલુકાના લીલાપુર ગામના સરપંચ તરીકે ઉષાબેન વિરમજી ઠાકોર વિજેતા

ખેડા જિલ્લાના કપડવંજના રમોસડી ગ્રામ પંચાયતમાં સરપંચ પદે જાગૃતિબેન વાઘેલા, ભોજાના મુવાડા ગામે સરપંચ પદે મંજુલાબેન પટેલ અને વાઘાવતમાં સરપંચ પદે દીપકભાઈ સોલંકીનો વિજય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here