ઉત્તરાખંડમાં વરસાદે ચારનો ભોગ લીધો,જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલન

0
133
 દેશના કેટલાક રાજ્યોમાં વરસાદને પગલે ગરમીથી રાહત તો મળી છે પણ જાનમાલનું નુકસાન પણ થયું છે. વરસાદ આધારિત ઘટનાઓમાં ઉત્તરાખંડમાં ચાર લોકોનાં મોત થયા છે અને રાજસ્થાનમાં ચાર લોકો ઘાયલ થયા છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદ સાથે પડેલા વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશયી હતાં અને અલગ અલગ ઘટનાઓમાં કુલ ચાર લોકોનાં મોત થયા છે. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર હરીદ્વાર જિલ્લામાં બે, પૌરી અને નૈનિતાલ જિલ્લામાં એક-એક વ્યકિતનું મોત થયું છે. સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ અજય સિંહના જણાવ્યા અનુસાર હરિદ્વાર જિલ્લામાં ૧૦૦ વર્ષનું જૂનું ઝાડ પડી જતાં એક બાળકનું મોત થયું છે અને અન્ય ત્રણ લેોકો ઘાયલ થયા હતાં.
અન્ય એક ઘટનામાં હરિયાણાના સોનેપતથી આવેલ શ્રદ્ધાળુનું પણ ઝાડ પડી જવાથી મોત થયું હતું. દેશની રાજધાની દિલ્હીમાં સામાન્ય વરસાદથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. દિલ્હીના સફદરગંજમાં લધુતમ તાપમાન ૨૫.૪ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી નોંધવામાં આવ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના રામબાણ જિલ્લામાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલન થતાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે થોડાક સમય માટે બંધ રાખવામાં આવ્યો હતો.
રાજસ્થાનમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પડેલા વરસાદને કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. ધોલપુર જિલ્લાના બરાઉલી ગામમાં વરસાદથી બચવા એક ઝાડની નીચે ચાર મહિલાઓ ઉભી હતી. જો કે ઝાડ પર વીજળી પડતા આ મહિલાઓ ઘાયલ થઇ હતી. 
આ દરમિયાન કર્ણાટકમાં છેલ્લા બે મહિનામાં વરસાદ આધારિત ઘટનાઓમાં ૫૨ લોકોનાં મોત થયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં કર્ણાટક સહિત દક્ષિણ ભારતમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગ મુજબ ૨૬ અને ૨૭ મેના રોજ કેરળમાં ભારે વરસાદની સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here