આર્જેન્ટિનામાં લોકો રોજગાર અને રોટી માટે રાજકારણીઓને છોડી ચર્ચ ભણી વળ્યા

0
31
આર્જેન્ટિનામાં આર્થિક બદહાલી અને બેફામ ફુગાવાને કારણે નોકરીઓ ગાયબ થતાં અને પગારો ટૂંકા પડતાં લોકોએ હવે રોજગાર અને બ્રેડના પેટ્રેન સેઇન્ટ કાજેતનના ચર્ચની બહાર લાઇનો લગાવવા માંડી છે. રવિવારે ફિસ્ટ હોઇ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ચર્ચમાં ઉમટયા હતા. 
આર્જેન્ટિનામાં ઓક્ટોબરમાં યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પૂર્વે રવિવારે પ્રાયમરી યોજાવાની છે. શાસક પેરોનિસ્ટ મિશ્ર સરકારને રૂઢિચુસ્ત વિરોધપક્ષો સત્તા સ્થાનેથી હટાવશે તેમ મનાય છે. સામાન્ય ચૂંટણીઓમાં દેશના અર્થતંત્રનો મુદ્દો જ છવાયેલો રહેશે. હાલ આર્જેન્ટિનામાં ફુગાવાનો દર ૧૧૬ ટકા થઇ ગયો છે અને સરકાર પાસે રિઝર્વ રોકડ સતત ઘટી રહી છે. દેશનું ચલણ પેસો નબળું પડી ગયું છે અને દેશમાં મૂડી પર આકરાં  નિયંત્રણો લાદવામાં આવેલા છે અને વ્યાજના દરો પણ વધી ગયા છે. આ બધા પરિબળોને કારણે અર્થતંત્ર ખાડે ગયું છે  અને લોકોને રોજગાર અને રોટીના ફાંફાં પડી ગયા છે. ૫૮ વર્ષના જુઆન મુરાએ જણાવ્યું હતું કે હવે રોજગાર અને બ્રેડ માટે લોકો રાજકારણીઓ પર મદાર રાખી શકે તેમ ન હોઇ તેઓ હવે સઇન્ટ કાઇતન ભણી વળ્યા છે. સેઇન્ટ કાઇતન લેબર અને બ્રેડના પેટ્રન સેઇન્ટ ગણાય છે. શાકભાજીઓ તથા મીટના ભાવો વધવાને કારણે સરકાર પર દબાણ વધ્યું છે. બીજી તરફ આજિવિકાનો ખર્ચ પગારની રકમ કરતાં વધારે ઝડપથી વધી રહ્યો હોઇ જેમની પાસે નોકરીઓ છે તેઓ પણ સંઘર્ષ કરી રહ્યા છે. 

૫૭ વર્ષના બેટિના બસન્તાએ જણાવ્યું હતું કે નોકરીઓ હશે પણ પગારો રહ્યા નથી. કામ નું ગૌરવ હોય પણ તમારે જીવન જીવવા માટે નાણાંની પણ જરૂર પડે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here