કાબુલથી આવેલા 78 લોકો દિલ્હી પહોંચ્યા; ગુરુ ગ્રંથ સાહિબને હરદીપ સિંહ પુરીએ મસ્તક પર લઈ લીધો

0
192

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા વચ્ચે ભારતીયોને કાબુલમાંથી બહાર કાઢવાનો સિલસિલો ચાલુ છે. એર ઇન્ડિયાનું AI-1956 વિમાન આજે 78 લોકોને લઇને તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેથી દિલ્હી પહોંચી ગયું છે. એમાં 25 ભારતીય છે. આ વિમાનમાં કાબુલના ગુરુદ્વારામાંથી ગુરુ ગ્રંથ સાહિબને પણ લાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, વી. મુરલીધરન અને ભાજપના નેતા આરપી સિંહ આ ગુરુ ગ્રંથ સાહિબને સંભાળવા માટે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા, તેઓ આ ગુરુ ગ્રંથ સાહિબને મસ્તક પર મૂકીને એરપોર્ટની બહાર લાવ્યા હતા. આ ગુરુ ગ્રંથ સાહિબની આ નકલો દિલ્હીના ગુરુદ્વારામાં રાખવામાં આવશે.તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાન છોડનાર પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીના ભાઈ હશમત ગનીએ દાવો કર્યો છે કે અશરફ ગનીની હત્યા કરવાનું કાવતરું હતું. હશમત કહ્યું હતું કે કાબુલમાં હત્યાઓ અને વાતાવરણ બગાડવાની યોજનાઓ હતી, જેથી કેટલાક સૈન્યના નિવૃત્ત લોકો તેમના ઇરાદા પૂરા કરી શકે. તેમણે મારી હત્યા કરવાનું ષડયંત્ર પણ રચ્યું હતું. હશમતે અંગ્રેજી ન્યૂઝ ચેનલ WION સાથેની વાતચીતમાં આ દાવો કર્યો છે.જોકે તેમણે એ નથી કહ્યું કે અશરફ ગનીની હત્યા કોણ કરવા માગતું હતું? આ સવાલના જવાબમાં અશરફે કહ્યું હતું કે જ્યારે સમય આવશે ત્યારે આ ખુલાસો અશરફ ગની પોતે જ કરશે. હશમતે પોતે તાલિબાનમાં જોડાયા હોવાના અહેવાલને પણ નકારી દીધા છે. તેઓ કહે છે, તેણે તાલિબાન શાસન સ્વીકાર્યું છે, પરંતુ તેમની સાથે સામેલ થવાનું સ્વીકાર્યું નથી.શીખ સમુદાયના લોકોનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ ફ્લાઇટની અંદર જો બોલે સો નિહાલ અને વાહે ગુરુજી કા ખાલસા-વાહે ગુરુજી કી ફતેહ બોલતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શેર કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here