કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે પર 3 FIR નોંધાઈ, ધરપકડ વોરન્ટ ઈસ્યુ

0
214

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધાવ ઠાકરેની વિરુદ્ધના નિવેદન કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મોંઘા પડતા હોય તેવું લાગી રહ્યું છે. સુક્ષ્મ, લધુ અને મધ્યમ ઉધોગ મંત્રીની વિરુદ્ધ પુના, રાયગઢ અને નાસિકમાં FIR નોંધાઈ છે. પુના અને નાસિક પોલીસે તેમની વિરુદ્ધ ધરપકડ વોરન્ટ પણ ઈસ્યુ કર્યું છે. પુનાના ચતુઃશ્રુગી પોલીસ સ્ટેશનની એક ટીમ રાયગઢના ચિપલૂન માટે રવાના થઈ છે. એમ કહેવાઈ રહ્યું છે કે આ ટીમ નારાયણ રાણેની ધરપકડ કરે તેવી શક્યતા છે. ભાજપની જનઆર્શીવાદ યાત્રામાં સામેલ નારાયણ રાણે સોમવારથી અહીં છે.રાણે રાજ્યસભા સાંસદ છે, આ કારણે તેમની ધરપકડ દરમિયાન પોલીસ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી હશે. ધરપકડ પછી તેની માહિતી રાજ્યસભા અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂને આપવામાં આવશે. પોલીસ આ માહિતી તેમને હિન્દી કે અંગ્રેજીમાં આપશે. રાણેના નિવેદન પછી શિવસૈનિક આક્રમક દેખાઈ રહ્યાં છે. નાસિકમાં લગભગ અડધો ડઝન શિવસેના કાર્યકર્તાઓએ ભાજપ કાર્યાલય પર પથ્થરમારો પણ કર્યો છે.નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા કહ્યું કે દેશને આઝાદી મળીને આટલા વર્ષો થઈ ગયા…અરે હીરક મહોત્સવ શું? હું હોત તો કાનની નીચે મારત. તેમણે વધુમાં કહ્યું કે સ્વતંત્રતા દિવસ વિશે તમને ખ્યાલ ન હોવો જોઈએ? કેટલો ગુસ્સો અપાવે તેવી વાત છે આ. સરકાર કોણ ચલાવી રહ્યું છે, એ સમજાતું જ નથી. રાણે જ્યારે આ પ્રકારની ભાષા વાપરી રહ્યાં હતાં ત્યારે તેમની સાથે વિધાનસભાના વિપક્ષના નેતા પ્રવીણ દરેકર પણ ત્યાં હાજર હતા.પોલીસ દ્વારા ઈસ્યુ કરાયેલા વોરન્ટ પર નારાયણ રાણેએ કહ્યું કે મને કોઈ પણ ઓફિશિયલ માહિતી આ વિશે નથી. પોલીસ તરફથી કોઈ પણ નોટિસ મળી નથી. મેં કોઈ ગુનો કર્યો નથી. આ સિવાય મને કોઈ FIRની પણ માહિતી નથી. હું એક કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાનો સાંસદ છું, આ કારણે કાયદો શું છે, તેની મને સારી સમજણ છે.કોરોનાની વાત કરતા નારાયણ રાણેએ આગળ કહ્યું કે મહારાષ્ટ્રમાં એક લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે. તેના નિયંત્રણ માટે કોઈ યોજના નથી, ઉપાય નથી, વેક્સિન નહિ, ડોક્ટર નહિ, સ્વાસ્થ્ય કર્મચારી નહિ. મહારાષ્ટ્રના સ્વાસ્થય વિભાગની સ્થિતિ ભયાનક છે. તેમને બોલાવાનો અધિકાર પણ શું? તેમણે બંગલામાં એક સેક્રેટરી રાખવો જોઈએ અને સલાહ લઈને બોલવું જોઈએ.રાણેના નિવેદનને લઈને નાસિકના શિવસેનાના સુધાકર બડગુજરે નાસિકના મહાડ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. પોતાની ફરિયાદમાં સુધાકરે કહ્યું કે ઉદ્ધાવ ઠાકરે મુખ્યમંત્રી અને એક બંધારણીય પદ પર છે, આ કારણે તેમના વિશે આપવામાં આવેલુ નિવેદન સમગ્ર રાજ્ય માટે અપમાન છે. સુધાકરની ફરિયાદ પર નારાયણ રાણેની વિરુદ્ધ 500, 502, 505 અને 153(એ) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here