રાજ્યમાં 7 દિવસમાં પોઝિટિવિટી રેટ 4 ગણો વધીને 8.31% થયો

0
236
એક દિવસમાં 3,35,939 લોકો કોરોનાને માત આપીને રિકવર થયા છે. એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી છે. હાલ દેશમાં 20,04,333 દર્દીઓ સારવાર હેઠળ છે.
એક દિવસમાં 3,35,939 લોકો કોરોનાને માત આપીને રિકવર થયા છે. એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી છે. હાલ દેશમાં 20,04,333 દર્દીઓ સારવાર હેઠળ છે.

4થી 10 જાન્યુ. સુધીમાં ટેસ્ટમાં વધારો ન થવા છતાં એક્ટિવ કેસ 7,881થી વધીને 32,469 થયા

રાજ્યમાં કોરોના સંક્રમણ તીવ્ર ગતિએ વધી રહ્યું છે જેના કારણે માત્ર 7 દિવસમાં જ કોરોના પોઝિટિવિટી રેટ 2.40 ટકાથી ચાર ગણો વધીને 8.31 ટકાએ પહોંચી ગયો છે. જાન્યુઆરીની શરૂઆતથી જ સંક્રમણમાં ભારે વધારો જોવા મળ્યો છે. સરકાર દ્વારા ટેસ્ટની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરાયો નહીં હોવા છતાં પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં 4 જાન્યુઆરીએ 72,918 ટેસ્ટ થયા હતા જેની સામે 2265 પોઝિટિવ કેસ આવ્યા હતા અને એ દિવસે પોઝિટિવ રેટ 2.40 ટકા નોંધાયો હતો. આ ટેસ્ટમાં ઘટાડો કરીને 8મી જાન્યુઆરીએ 67,964 ટેસ્ટ કરાયા હતા જેની સામે 5677 કેસ નોંધાયા હતા અનેપોઝિટિવ રેટ 8.35 ટકા થઇ ગયો હતો.9મી જાન્યુઆરીએ ટેસ્ટ વધારીને 91167 કરાયા હતા જેની સામે 6275 કેસ મળતા પોઝિટિવ રેટમાં ઘટાડો થઇને 6.88 ટકા થયો હતો પરંતુ 9મીની સરખામણીએ 10મી જાન્યુઆરીએ 17,789 ટેસ્ટ ઓછા કરાયા હતા. 10મીએ કુલ 73378 ટેસ્ટ કરાયા હતા જેની સામે 6097 પોઝિટિવ કેસ નોંધાતા પોઝિટિવ રેટ માં પોણા બે ટકા જેટલો વધારો થયો હતો. 4થી 10 જાન્યુઆરી સુધીમાં ટેસ્ટમાં નોંધપાત્ર વધારો નહીં થવા છતાં એક્ટીવ કેસ 7881થી વધીને 32,469 સુધી પહોંચી ગયા છે. આ સાત દિવસમાં મહત્તમ 91,167 ટેસ્ટ અને ઓછામાં ઓછા 67964 ટેસ્ટ થયા હતા. રાજ્યમાં 15થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી રસીકરણની શરૂઆત કરાઇ હતી. અત્યાર સુધીમાં 54.3 ટકા એટલે કે 19.30 લાખ બાળકોને રસીકરણમાં આવરી લેવામાં આવ્યા છે હવે 16.27 લાખ બાળકો બાકી રહ્યા છે. જ્યારે પ્રિકોશન ડોઝની પાત્રતા ધરાવતા 15.1 ટકા એલે કે 1.58 લાખ લોકોને એક જ દિવસમાં પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે.રાજ્યના કુલ 248 તાલુકા પૈકી 70 તાલુકામાં 90 ટકાથી ઓછું રસીકરણ થયું છે જેમાં પાટણના 9, સુરેન્દ્રનગરના 7 અને છોટાઉદેપુરના 6 તાલુકાનો સમાવેશ થાય છે. રાજ્યમાં કોવીશીલ્ડના 34.82 લાખ અને કોવેક્સિનના 12.53 લાખ ડોઝ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here