મહામારીનું ગ્રહણ: રાજ્યની 6 સ્માર્ટસિટીને 1820 કરોડના 17 કામ માટે 5 વર્ષે કોન્ટ્રાક્ટર મળતા નથી, 16 પ્રોજેક્ટ કેન્સલ

0
97
સ્માર્ટ મિશનમાં 344 કામો પૂરાં કરવાની મર્યાદા અગાઉ 2021 હતી હવે તેને લંબાવીને 2023 કરવી પડી
સ્માર્ટ મિશનમાં 344 કામો પૂરાં કરવાની મર્યાદા અગાઉ 2021 હતી હવે તેને લંબાવીને 2023 કરવી પડી

દેશનાં 100 સ્માર્ટ સિટી માટે રૂ. 2 લાખ કરોડના સ્માર્ટસિટી મિશન અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને દાહોદ એમ 6 શહેરોમાં રૂ.15,400 કરોડના 344 પ્રોજેક્ટ કાર્યરત હતા. સ્માર્ટ સિટી મિશનના 5 વર્ષ બાદ દેશના વિકસિત રાજ્યોમાં અગ્રણી ગુજરાતમાં 137 પ્રોજેક્ટના કામો બાકી છે. જે પૈકી 17 પ્રોજેક્ટના રૂ 1820 કરોડના કામો એવા છે,જેમાં સ્માર્ટ સિટીના સત્તાધીશો પ્રોજેક્ટના બજેટ સેટ કરવાની વિચારણામાં સમયસર નિર્ણય લઇ શક્યા નથી. જેથી આ કામો માટે 5 વર્ષે પણ કોન્ટ્રાકટર મળતા નથી.

કોવિડ બાદ ગુજરાતમાં 16 નાના-મોટા પ્રોજેક્ટ જે સ્માર્ટસિટી પ્રોજેક્ટમાં હતા તેને કેન્સલ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત સરકારી વેબસાઇટો પણ સમયસર અપડેટ થઇ રહી નથી.હાલમાં પ્રોજેક્ટના જે કામો વર્ક ઓર્ડરના સ્ટેજ પર છે, જેના બજેટ રૂ.14,060.67 કરોડ છે. તમામ સ્માર્ટ સિટીઝમાં કામો પૂરા થયાની સમયમર્યાદા જૂન – 2021 હતી જે હવે વધારીને જૂન-2023 કરાઈ છે.

ગાંધીનગરઃ 126 કરોડનાં 7 કામો બાકી
ગાંધીનગર સ્માર્ટસિટી માટેનાં 7 કામો જ બાકી છે જેના બજેટ રૂ. 126 કરોડ છે. હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ મહત્ત્વના છે. ગાંધીનગરમાં ઓટોમેટિક ટ્રાફિક સિગ્નલ પ્રોજેક્ટ અંતર્ગત હેડલાઇટ વાયોલેશન ડિટેક્ટ થશે. આ ઉપરાંત રૂ. 229 કરોડના ખર્ચે પીવાના પાણીનો પ્રોજેક્ટ મૂકાયો છે. કોરોનાને લીધે પ્રોજેક્ટને અસર થઇ હોવાનું સીઇઓ પ્રિતેશ દવેએ જણાવ્યું હતું.

દાહોદઃ મોટા ભાગના પ્રોજેક્ટ કેન્સલ થયા
દાહોદ નગરને ગુજરાત સરકારે સ્માર્ટસિટી પ્રોજેક્ટ માટે સ્માર્ટસિટી બનાવવા માટે પસંદ કર્યું હતું. દાહોદમાં શરૂઆતના તબક્કે રૂ. 918 કરોડના કામો કરવાનો ધ્યેય રાખવામાં આવ્યો હતો. પણ પછી બાળકો માટેની ટ્રેનિંગ ફેસિલિટી, બસ ડેપો ખાતે ડોરમેટ્રી, શોપ ગોડાઉન માટે નજી બિલ્ડિંગ સહિતના પ્રોજેક્ટ કેન્સલ થયા હતા. હવે પાલિકાના મકાન સહિતના 3 પ્રોજેક્ટના ટેન્ડર બાકી છે.

આ છે પ્રોજેક્ટ ધીમા પડવાનાં કારણો

  • ટેન્ડરો જાહેર કરવા છતાં કોઇ સક્ષમ કોન્ટ્રાક્ટર કામગીરી માટે ન મળવા.
  • મર્યાદિત બજેટને લીધે પ્રોજેક્ટમાં વારંવાર બદલાતા નિર્ણયો.
  • નિર્ણયો લીધા બાદ પણ નવી મંજૂરી માટે થતો સમયનો વેડફાટ.
  • પાલિકા-મહાનગર પાલિકાના કામોને સ્માર્ટસિટી મિશનમાં લાવવા.
  • કોન્ટ્રાક્ટરો દ્વારા વિવિધ કારણોસર અધવચ્ચેથી કામગીરી બંધ કરવી.
  • કોરોનાના પગલે શ્રમિકોની શોર્ટેજ, વાહનવ્યવહાર, સપ્લાયને અસર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here