સુરતમાં બની દેશની સૌથી મોંઘી છત્રી, હીરા જડેલી છત્રીની કિંમત છે લાખોમાં

0
147
સુરતમાં 27 થી 29 નવેમ્બર દરમિયાન જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન યોજાવાનું છે. જેમાં 12 હજાર હીરા જડેલી સોનાની 20 લાખની છત્રી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે
સુરતમાં 27 થી 29 નવેમ્બર દરમિયાન જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન યોજાવાનું છે. જેમાં 12 હજાર હીરા જડેલી સોનાની 20 લાખની છત્રી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે

સુરતના એક્ઝિબિશનમાં રજૂ થનારી આ છત્રી વિશ્વની સૌથી મોંઘી છત્રી બની રહેશે. ડાયમંડમાંથી બનાવાયેલી આ છત્રીની કિંમત 20 થી 25 લાખ રૂપિયા છે. તો ડાયમંડ છત્રીને બનાવવામાં 25 દિવસ લાગ્યા છે. છત્રી બનાવવામાં 30 કામદારોની મહેનત આખરે રંગ લાવી છે. તેને જોઈને નજર ન હટે તેવી છે.સુરતના જ્વેલરી એક્સપોમાં દેશ-વિદેશના 105 મેન્યુફેક્ચરર્સ ભાગ લેશે. જેમાં અમેરિકા, લંડન સહિત દેશ-વિદેશના 8 હજાર લોકો મુલાકાત લેશે. જેમાં હીરાજડિત અને સોના-ચાંદીની કિંમતી વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here