1 ઓક્ટોબરથી વડનગરથી સ્ટેચ્યુ સુધી ST બસ દોડશે

0
95
અમદાવાદ - પાવાગઢ (માંચી), ગાંધીનગર - દાંડી, અમદાવાદ - ધોળાવીરા ઉપરાંત ભચાઉ - ધોળાવીરા, ધોળાવીરા - રાપર, અંજાર - ધોળાવીરા - ખરોડા, ભુજ - ધોળાવીરા - ડુંગરાનીવાંઢ રૂટ પર લોકલ બસો દોડાવવામાં આવશે.
અમદાવાદ - પાવાગઢ (માંચી), ગાંધીનગર - દાંડી, અમદાવાદ - ધોળાવીરા ઉપરાંત ભચાઉ - ધોળાવીરા, ધોળાવીરા - રાપર, અંજાર - ધોળાવીરા - ખરોડા, ભુજ - ધોળાવીરા - ડુંગરાનીવાંઢ રૂટ પર લોકલ બસો દોડાવવામાં આવશે.

અમદાવાદ : કોરોનાના કેસ ઘટવાની સાથે પ્રવાસન સ્થળો ફરી ધમધમતા થયા છે. ત્યારે ગુજરાતના પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં જતા લોકોની સુવિધા માટે એસટી નિગમે 1 ઓક્ટોબરથી નવી એક્સપ્રેસ બસ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં વડનગર – સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદ – પાવાગઢ (માંચી), ગાંધીનગર – દાંડી, અમદાવાદ – ધોળાવીરા ઉપરાંત ભચાઉ – ધોળાવીરા, ધોળાવીરા – રાપર, અંજાર – ધોળાવીરા – ખરોડા, ભુજ – ધોળાવીરા – ડુંગરાનીવાંઢ રૂટ પર લોકલ બસો દોડાવવામાં આવશે.એસટીના અધિકારીએ જણાવ્યું કે, વડનગરથી સ્ટેસ્યુ ઓફ યુનિટી જતી આવતી બસનું ભાડું 177 રૂપિયા, અમદાવાદ – પાવગઢ (માંચી) જતી આવતી બસનું ભાડુ 124 રૂપિયા, ગાંધીનગરથી દાંડી જતી આવતી બસનું ભાડુ 182 રૂપિયા અને અમદાવાદથી ધોળાવીરા જતી આવતી બસનું ભાડુ 209 રૂપિયા રહેશે. એસટી નિગમે એક્સપ્રેસ ઉપરાંત લોકલ બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here