નીચલી અદાલતોના જજોને સુપ્રીમકોર્ટની મહત્ત્વની ટકોર – કંઇ પણ બોલતા પહેલા સાવચેત રહો

0
89

ન્યાયિક સિસ્ટમમાં ટ્રાન્સપરન્સીની વાત કરતા તેમણે આ વાત જણાવી

ટિપ્પણી ત્યારે જ કરે જ્યારે તે ઉચિત સ્ટેજ પર ઉચિત ન્યાયિક પ્રણાલી સાથે ન્યાયિક હેતુઓ પૂર્ણ કરીલે

સુપ્રીમ કોર્ટે ગઈકાલે દેશની નીચલી અદાલતોને સુનાવણી વખતે ખૂબ સાવધાન થઈને ટિપ્પણી કરવાના આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યું, આ ખૂબ જ જરૂરી છે કે કેસની સુનાવણી વખતે હાઈકોર્ટ અને નીચલી અદાલતો એકદમ સમજી વિચારીને પોતાનું નિવેદન આપે. 
કોર્ટે આપેલા નિવેદનનો પડઘો દૂર સુધી પડે 

સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે, હવે કેસોની  સુનાવણી ઓનલાઈન થાય છે. જેથી કોર્ટે આપેલા નિવેદનનો પડઘો ખૂબ દૂર સુધી પડે છે. ન્યાયિક સિસ્ટમમાં ટ્રાન્સપરન્સીની વાત કરતા તેમણે આગળ કહ્યું કે, ઓનલાઈન સુનાવણી આવી ગયા બાદ તેની પારદર્શિતા ક્યારેય જોવામાં આવી નથી.  

ટિપ્પણીઓનો પ્રભાવ સામેના પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે

આગળ કોર્ટે કેસોના ઓનલાઈન ટેલિકાસ્ટના મુદ્દા પર જણાવ્યું હતું કે, કોર્ટમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ દૂરગામી પરિણામ લાવી શકે છે અને સામેના પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે.  

ન્યાયિક હેતુ પૂર્ણ થયા બાદ ટીપ્પણી કરવી 

પીઠે વધુમાં જણાવ્યું હતું કે, એવી પરિસ્થિતિમાં કોર્ટ માટે એ જરૂરી છે કે તે સામેના પક્ષો વિરૂદ્ધ ટિપ્પણી કરતા અને વધારે સતર્કતા ધરાવે. તેમણે કહ્યું- કોર્ટ પણ ટિપ્પણી ત્યારે જ કરે જ્યારે તે ઉચિત સ્ટેજ પર ઉચિત ન્યાયિક પ્રણાલી સાથે  ન્યાયિક હેતુઓ પૂર્ણ કરીલે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here