અમદાવાદના શિવાલિક, શિલ્પ અને શારદા ગ્રુપ પર આવકવેરા વિભાગની રેડ

0
127
.શિવાલિક ગ્રુપના સતીશ શાહ, ચિત્રક શાહ અને તરલ શાહ તથા શિલ્પ ગ્રુપના યશ અને સ્નેહલ બ્રહ્મભટ્ટ જ્યારે શારદા ગ્રુપના દીપક નિમ્બાર્કની ઓફિસો અને નિવાસસ્થાને આઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
.શિવાલિક ગ્રુપના સતીશ શાહ, ચિત્રક શાહ અને તરલ શાહ તથા શિલ્પ ગ્રુપના યશ અને સ્નેહલ બ્રહ્મભટ્ટ જ્યારે શારદા ગ્રુપના દીપક નિમ્બાર્કની ઓફિસો અને નિવાસસ્થાને આઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદ :અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ દ્વારા વિવિધ ગ્રુપ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે અમદાવાદના જાણીતા બિલ્ડર ગ્રૂપને ત્યાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આવકવેરા વિભાગની વિવિધ ટીમોએ ગુરુવારની વહેલી સવારથી જ શહેરના જાણીતા બિલ્ડર શિવાલિક ગ્રુપ અને શિલ્પ ગ્રુપના લગભગ 25 જેટલા અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ આ બંને બિલ્ડર ગ્રૂપના પ્રમોટર્સના ઘરે તેમજ તેમના ટોચના એક્ઝિક્યુટિવના ઘરે તપાસ ચાલી રહી છે આ સાથે જ બંને બિલ્ડરની ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. દિનકર ગ્રુપ ઉપરાંત આ બંને સાથે કામ કરતાં બ્રોકર્સને ત્યાં પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્યત્વે જમીનની ખરીદીમાં બેનામી વ્યવહારો થયાની આશંકા છે જોકે વધુ વિગત તપાસ પૂરી થયા પછી જ જાણી શકાશે.શિવાલિક ગ્રુપના સતીશ શાહ, ચિત્રક શાહ અને તરલ શાહ તથા શિલ્પ ગ્રુપના યશ અને સ્નેહલ બ્રહ્મભટ્ટ જ્યારે શારદા ગ્રુપના દીપક નિમ્બાર્કની ઓફિસો અને નિવાસસ્થાને આઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે રિયલ એસ્ટેટ બ્રોકર કેતન શાહ અને મનિષ બ્રહ્મભટ્ટની ઓફિસ તથા રહેઠાણો પર આઈટી રેડ કરવામાં આવી રહી છે.આ પહેલા ગત ઓક્ટોબરમાં અમદાવાદ શહેરના રિયલ એસ્ટેટ ગ્રૂપ બી સફલના 22 સ્થળો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન 20 જેટલા લોકર મળી આવ્યા હતા. જ્યારે 1 કરોડની રોકડ અને 1 રૂપિયાની કિંમતના સોનાના દાગીના મળી આવ્યા હતા.બી સફલ ગ્રૂપના રાજેશ બ્રહ્યભટ્ટ અને રૂપેશ બ્રહ્યભટ્ટ તેમજ સિટી એસ્ટેટ બ્રોકરના પ્રવીણ બાવડિયાની ઓફિસ તેમજ ઘર મળીને 22 જગ્યાએ દરોડા પાડ્યા હતા. પહેલી વખત દરોડાની કાર્યવાહીમાં પોલીસની મદદ વગર 100થી વધુ અધિકારી જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here