RBI ગવર્નર શક્તિકાંત દાસે પૉલિસી રેટમાં કોઈ ફેરફાર ન કર્યો, રેપો રેટ 4% યથાવત

0
86
મોંઘવારીના દર વચ્ચે બેલેન્સ રાખવાનો પડકાર હતો. શક્તિકાંત દાસે મોંઘવારીને કાબૂમાં રાખવાને પ્રાથમિકતા આપતા રેપો રેટમાં કોઈ જ ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો છે.
મોંઘવારીના દર વચ્ચે બેલેન્સ રાખવાનો પડકાર હતો. શક્તિકાંત દાસે મોંઘવારીને કાબૂમાં રાખવાને પ્રાથમિકતા આપતા રેપો રેટમાં કોઈ જ ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો છે.

 રિઝર્વ બેંકની મોનિટરી પૉલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસની બેઠક આઠમી ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ હતી. આજે (10 ફેબ્રુઆરી) આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પૉલિસી રેટની જાહેરાત કરી છે. પૉલિસી રેટમાં કોઈ ફેરફાર કરાયો નથી.

મુંબઇ. RBI Monetary Policy: રિઝર્વ બેંકની મોનિટરી પૉલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસની બેઠકની આઠમી ફેબ્રુઆરીના રોજ શરૂઆત થઈ હતી. ત્રણ દિવસના અંતે આજે RBIના ગવર્નર શક્તિકાંત દાસ (RBI Governor Shaktikanta Das) તરફથી પૉલિસી રેટમાં કોઈ જ ફેરફાર ન કરવાની જાહેરાત કરવામાં આવી છે. RBI ગવર્નર સામે વિકાસ અને મોંઘવારીના દર વચ્ચે બેલેન્સ રાખવાનો પડકાર હતો. શક્તિકાંત દાસે મોંઘવારીને કાબૂમાં રાખવાને પ્રાથમિકતા આપતા રેપો રેટમાં કોઈ જ ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો છે. મોનિટરી કમિટીના તમામ સભ્યોએ એકમત સાથે રેપો રેટ 4% યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.આ સાથે રિવર્સ રેપો રેટમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રિવર્સ રેપો રેટ 2020થી 3.35 ટકા પર સ્થિર છે. 2020 પહેલા એક વર્ષમાં RBI મોનિટરી પૉલિસી કમિટીએ તેમાં 155 બેસિસ પોઈન્ટ એટલે કે 1.55 ટકાનો ઘટાડો કર્યો હતો. MSF રેટ અને બેંક રેટ પહેલાની જેમ 4.25 ટકા થયાવત રાખવામાં આવ્યા છે.રિવર્સ રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ પાસે બેંકોની જમા રકમ પર વ્યાજ મળે છે. આ વ્યાજ આરબીઆઈ આપે છે. હકીકતમાં વધારે ફંડના કેસમાં બેંકો પોતાની પાસે રહેલી વધારાની રકમ આરબીઆઈમાં જમા કરાવે છે. આ જમા રકમ પર આરબીઆઈ વ્યાજ આપે છે. હાલ રિવર્સ રેપો રેટ 3.35 ટકા છેરિવર્સ રેપો રેટ વધતા વધારે અસર નહીં પડે. પરંતુ આ એ વાતનો સંકેત હશે કે આરબીઆઈ હવે પોતાની મૌદ્રિક નીતિને સામાન્ય બનાવી રહી છે. બેંક ઑફ બરોડાના ચીફ ઇકોનોમિસ્ટ મદન સબનવીસે કહ્યુ કે, “રિવર્સ રેપો રેટમાં વૃદ્ધિનો મતલબ એવો થાય છે કે તે પૉલિસીને સામાન્ય બનાવવાની દિશામાં પ્રથમ ડગલું છે. તેનાથી બજાર એવું માનશે કે રેટમાં વધારાની શરૂઆત થઈ ગઈ છે. જેનાથી યીલ્ડમાં ઉછાળો થઈ શકે છે.”વિશ્લેષકોનું કહેવું છે કે આ પગલાનો અર્થ ખૂબ સાંકેતિક છે. હકીકકતમાં આરબીઆઈ પહેલાથી જ વેરિએબલ રેટ રિવર્સ રેપો મારફતે સિસ્ટમમાં વધારાની લિક્વિડિટીમાં ઘટાડો લાવી રહી છે. જેનાથી ઇફેક્ટિવ રેટ રેપો રેટ નજીક આવી ગયો છે. ફાઇનાન્સિયલ માર્કેટ્સ રિવર્સ રેપો રેટમાં વૃદ્ધિને પહેલા જ પચાવી ચૂક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here