દેશમાં 24 કલાકમાં કોરોનાથી 308 લોકોનાં મોત, કેરળમાં 25 હજાર નવા કેસ

0
118
પાલિકાએ ફટકારેલી નોટિસમાં જણાવ્યું છે કે, જો નવરાત્રિનું આયોજન કરવામાં આવે તો દૈનિક ધોરણે સેનીટાઈઝરનો ઉપયોગ કરવો જરૂરી છે, સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાત પાલન કરવું, માસ્ક અવશ્ય પહેરવું, તાવ, શરદી, ખાંસી, ગળામાં દુઃખાવો જેવા લક્ષણવાળા રહીશોને નજીકના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના ટેસ્ટીંગ માટે મોકલવાના રહેશે.
પાલિકાએ ફટકારેલી નોટિસમાં જણાવ્યું છે કે, જો નવરાત્રિનું આયોજન કરવામાં આવે તો દૈનિક ધોરણે સેનીટાઈઝરનો ઉપયોગ કરવો જરૂરી છે, સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાત પાલન કરવું, માસ્ક અવશ્ય પહેરવું, તાવ, શરદી, ખાંસી, ગળામાં દુઃખાવો જેવા લક્ષણવાળા રહીશોને નજીકના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના ટેસ્ટીંગ માટે મોકલવાના રહેશે.

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health ministry corona data) કોરોનાનાં નવા આંકડા જાહેર કરી લીધા છે. જે પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 308 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મોતનો કુલ આંકડો 4,42,317 થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,3,376 નવા કેસ (India Coronavirus new cases) નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 3,21,198 લોકો સાજા પણ થયા છે. દેશમાં સાજા થવાનો દર 97.5 ટકા છે. નવા આંકડા સાથે દેશમાં અત્યારસુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા 3,32,08,330 થઈ છે. જેની સામે 3,23,74,497 લોકો સાજા થયા છે. દેશમાં હાલ 3,91,516 એક્ટિવ કેસ (Coronavirus active cases in India) છે. કોરોના વેક્સીનની વાત કરવામાં આવે તો અત્યારસુધી 75,05,89,689 લોકોને કોરોનાની રસી (Corona vaccine in India) આપવામાં આવી ચૂકી છે. શુક્રવારે દેશમાં 65,27,175 લોકોને રસી આપવમાં આવી હતી.

દેશમાં કેરળમાં કોરોના બેકાબૂ બની ગયો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 25,010 નવા કેસ નોંધાયા છે. કેરળમાં હાલ 2,38,201 એક્ટિવ દર્દી છે. રાજ્યમાં 24 કલાકમાં 177 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન 23,535 લોકો સાજા થયા છે. કેરળમાં અત્યારસુધી કોરોનાથી 22,303 લોકોએ જીવ ગુમાવ્યો છે.- 33.38 હજાર નવા કેસ, 308 નવા મોત, 32.2 હજાર લોકો સાજા થયા.
– એક્ટિવ કેસની સંખ્યામાં 870નો વધારો.
-સતત નવમાં દિવસે મોતનો આંકડો 400થી નીચે.
-સતત બીજા દિવસે 40 હજારથી નીચે નવા કેસ નોંધાયા.
-કેરળમાં 25 હજાર, તામિલનાડુમાં 1.6 હજાર અને આંધ્ર પ્રદેશમાં 1.6 હજાર નવા કેસ.
-કેરળમાં 177, મહારાષ્ટ્રમાં 44 અને તામિલનાડુમાં 25 નવા મોત.
-13 રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક્ટિવ કેસમાં વધારો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here