ચીનને ઝટકો આપવા મોદી સરકાર લઈ શકે છે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય

0
70
આ પગલું આત્મનિર્ભરતાને આગળ વધારવાના ભારતના પ્રયાસોનો એક ભાગ છે
સરકાર દ્વારા એફવાય24 બજેટમાં ચીનની આયાત પર નિયંત્રણ લાદે તેવી શક્યતા છે.

નવી દિલ્હી : આ બાબતથી માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે, બજેટ આત્મનિર્ભર ભારત ની તેની વ્યૂહરચના “પ્રમાણબધ્ધ ” રીતને અનુસરીને વિવિધ ટેરિફ અને નોન-ટેરિફ પગલાં દ્વારા ચીનથી ભારતની આયાત નિર્ભરતા ઘટાડવાનાં પગલાંની જાહેરાત કરી શકે છે. તેથી જ સરકાર દ્વારા એફવાય24 બજેટમાં ચીનની આયાત પર નિયંત્રણ લાદે તેવી શક્યતા છે. જો તેમ થશે તો આ પગલું આત્મનિર્ભરતાને આગળ વધારવાના ભારતના પ્રયાસોનો એક ભાગ બની રહેશે. ચીન માટે આ કોઈ સર્જીકલ સ્ટ્રાઈકથી ઓછું નહીં હોય , કારણકે ભારત એ ચીનના સમાન માટે મોટું બજાર છે. જો કે , ભારત તેના પાડોશી દેશોમાંથી કાચો માલ આયાત કરવાનું ચાલુ રાખશે. ભારતીય કંપનીઓ અને સરકારી વિભાગોએ અત્યાર સુધીમાં 100 થી વધુ ચીની ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે. આમાં પોલિએસ્ટર યાર્ન , ઓપ્ટિકલ ફાઈબર ,સોલાર સેલ ,વિનાઇલ ટાઇલ્સ ,સેકરિન ,આઈ લેન્સ ,વિવિધ સ્ટીલની વસ્તુઓ, રસાયણો, સિરામિક્સ, ટેબસ લવેર ,રસોડાના વાસણો ,કાચના વાસણો, એલ્યુમિનિયમ ફોઈલનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here