IRCTC લાવશે દમદાર ફીચર! ટિકિટ બુકિંગ માટે લાંબી લાઈન કે ફોર્મ ભરવાથી મળશે છુટકારો

0
55

IRCTC હવે એવું એડવાન્સ વૉઈસ ફીચર લાવશે જેમાં તમે બોલશો એ પ્રમાણે ટિકિટ બુક થઈ જશે

IRCTCની આગામી વૉઈસ બેઝ્ડ ઈ-ટિકિટ બુકિંગ સુવિધા ઓનલાઇન રિઝર્વેશન ટિકિટ બુકિંગ પ્રોસેસને ઝડપી અને સરળ બનાવશે

રેલવેની ટિકિટ બુક કરાવવા માટે IRCTCની વેબસાઈટ પર લોગ-ઈન કરીને આખું ફોર્મ ભરવું પડે છે. જેમાં પેસેન્જરનું નામ, મુસાફરીની વિગતો માહિતી આપવી પડે છે. આ દરમિયાન ટિકિટ બૂક કરવામાં પણ વધારે સમય લાગી જાય છે.  અનેકવાર તો એવું થાય છે કે સીટ હોવા છતાં વેઈટિંગની ટિકિટથી સંતોષ માનવું પડે છે. પણ હવે ફોર્મ ભરવાની ઝંઝટથી મળશે છુટકારો કેમ કે IRCTC હવે એવું એડવાન્સ વૉઈસ ફીચર લાવશે જેમાં તમે બોલશો એ પ્રમાણે ટિકિટ બુક થઈ જશે. 

ગૂગલ વોઈસ આસિસ્ટન્ટ અને એમેઝોનની એલેક્સા જેવું ફીચર હશે 

તમે ગૂગલ વૉઈસ આસિસ્ટન્ટ અને એમેઝોન એલેક્સાની મદદ લેતા આવ્યા હશો અને હવે એવી જ રીતે તમને IRCTC આ નવું ફીચર ઉપલબ્ધ કરાવશે. IRCTCની આગામી વૉઈસ બેઝ્ડ ઈ-ટિકિટ બુકિંગ સુવિધા ઓનલાઇન રિઝર્વેશન ટિકિટ બુકિંગ પ્રોસેસને ઝડપી અને સરળ બનાવશે. સૂત્રોએ દાવો કર્યો કે IRCTC હાલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ પર AskDishaમાં ધરખમ ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે.

પ્રથમ ટ્રાયલ સફળ રહી 

અહેવાલ અનુસાર પ્રથમ ટ્રાયલ સફળ પણ રહી છે. આ ફીચરને રોલઆઉટ કરતા પહેલા IRCTC દ્વારા જલદી જ અમુક અન્ય પગલાં ભરવામાં આવી શકે છે. માહિતી અનુસાર IRCTC આગામી 3 મહિનામાં  AskDisha ઓનલાઇન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ પર એઆઈ-સંચાલિત વૉઈસ આધારિત ટિકિટ બુકિંગ સુવિધા રજૂ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે  AskDisha યાત્રીઓને તેમના સવાલોના જવાબ આપવા માટે IRCTC દ્વારા તૈયાર કરાયેલું એક વિશેષ પ્રોગ્રામ છે. તે IRCTCની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here