આજથી SCO દેશોના CJIની બેઠકની મેજબાની કરશે સુપ્રીમકોર્ટ, ન્યાયિક સહયોગ વધારવાનું લક્ષ્ય

0
87

ભારતના સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડ અને અન્ય જજો પણ આ બેઠકમાં જોડાશે

આ બેઠકમાં સ્માર્ટ કોર્ટ અને ન્યાયપાલિકાના ભવિષ્ય અંગે ચર્ચા થવાની શક્યતા

સુપ્રીમકોર્ટ 10 થી 12 માર્ચ સુધી શાંઘાઈ સહયોગ સંગઠન(એસસીઓ) ના સભ્ય દેશોની સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની 18મી બેઠકની મેજબાની કરશે જેથી તેમની વચ્ચે ન્યાયિક સહયોગ વિકસિત કરી શકાય. ટોચની કોર્ટ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર એસસીઓ સભ્ય દેશોના મુખ્ય ન્યાયાધીશો અને સુપ્રીમકોર્ટના જજોને આ બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલી દેવાયું છે. 

આ બેઠકમાં સ્માર્ટ કોર્ટ અને ન્યાયપાલિકાના ભવિષ્ય અંગે ચર્ચા થવાની શક્યતા છે. બેઠકમાં સભ્ય/નિરીક્ષક રાજ્યોના મુખ્ય ન્યાયાધીશો/અધ્યક્ષ / જજ અને એસસીઓ સચિવાલયના પ્રતિનિધિઓ સાથે એક સંયુક્ત વાતચીત કરાશે અને એક સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર સાથે તેનું સમાપન થશે. ભારતના સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડ અને અન્ય જજો પણ આ બેઠકમાં જોડાશે. 

સુપ્રીમકોર્ટે તેના નિવેદનમાં કહ્યું કે શાંઘાઈ સહયોગ સંગઠનની સક્રિય અને સતત વધતી પ્રવૃત્તિઓમાં ઉચ્ચતમ ન્યાયિક ઉદાહરણોની વાતચીત વધુમાં વધુ લોકપ્રિય થઇ રહી છે. તેમાં કહેવાયું છે કે એસસીઓ 2001માં કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, ચીન, રશિયા અને તાઝિકિસ્તાન દ્વારા રચાયેલ શાંઘાઈ ફાઈવના આધારે બનાવાયું હતું અને તેનું મુખ્ય લક્ષ્ય પરસ્પર વિશ્વાસ, મિત્રતા અને સારા પાડોશને મજબૂત કરવાનો છે જેનાથી અનેક ક્ષેત્રોમાં અસરદાર સહયોગને પ્રોત્સાહન મળે. 

એસસીઓના સભ્યદેશોમાં હવે ચીન, ભારત, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન સામેલ છે. અફઘાનિસ્તાન, બેલારુસ, ઈરાન અને મંગોલિયા એસસીઓના પર્યવેક્ષકોની રચના કરે છે. જેમાં આર્મેનિયા, અઝરબૈજાન, કંબોડિયા અને નેપાળ એસસીઓ સંવાદ ભાગીદારો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here