રાહુલ ગાંધીની મોટી જાહેરાત, ‘અમારી સરકાર બનશે તો ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું દેવું માફ કરીશું’

0
144
કાર્યકર્તાઓને ગણાવ્યા બબ્બર સિંહ
રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિઓ પર પ્રહાર કરતા જણાવ્યુ કે, ગુજરાત મોડલમાં ઉદ્યોગપતિઓને જમીનો તરત જ મળી જાય છે પરંતુ ખેડૂતોને જમીન મળતી નથી. ગુજરાત મોડેલ બે-ત્રણ ઉદ્યોગપતિઓનું મોડલ છે.

અમદાવાદ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને થોડા મહિનાઓ જ બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. કોંગ્રેસના રાહુલ ગાંધી આજે અમદાવાદના પ્રવાસે છે. રાહુલ ગાંધી રિવરફ્રન્ટ આયોજીત સંકલ્પ સંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા રહ્યા છે. આ સંબોધનમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પર અનેક પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, આખા ગુજરાતમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ આવ્યા છે. એટલે આખા રાજ્યમાંથી બબ્બર સિંહ આવ્યા છે. ગુજરાતનાં કાર્યકર્તાઓ વિચારધારાની લડાઇ લડી રહ્યા છે. રાહુલ ગાંધીએ સંબોધનમાં ભાજપને આડે હાથે લેતા જણાવ્યુ કે, ભાજપે સરદાર પટેલની સૌથી મોટી મૂર્તિ બનાવી. સરદાર પટેલ માત્ર વ્યક્તિ જ નહીં પરંતુ તે ગુજરાત અને હિન્દુસ્તાનના ખેડૂતોનો અવાજ હતા. જો તમે સરદાર પટેલજીના ભાષણો સાંભળશો કે વાંચશો તો તેમણે ખેડૂતો વિરુદ્ધ કાંઇ જ કહ્યુ નથી. સરદાર પટેલ વગર અમૂલ પેદા નથી થઇ શકતું. ભાજપ એક તરફ સરદાર પટેલની દુનિયામાં સૌથી મોટી મૂર્તિ બનાવી દે છે તો બીજી બાજુ તેમને જે માટે કામ કર્યું તેમની વિરુદ્ધમાં આખો સમય કામ કરે છે. રાહુલ ગાંધીએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરતા જણાવ્યુ છે કે, કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતોનું દેવું માફ કર્યું. અહીંયા પણ અમારી સરકાર બનશે તો દરેક ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું દેવું માફ કરીશું. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યુ કે, પોલીસ, ઇલેક્શન કમિશન હોય કે મીડિયા હોય તે સામાન્ય રીતે ન્યુટ્રલ રહે છે. તે અમ્પાયરનું કામ કરે છે. પરંતુ ગુજરાતમાં જેની નીવ સરદાર પટેલજીએ મુકી હતી પછી એ પોલીસ હોય કે, મીડિયા હોય કે જ્યુડિસરી હોય કે વિધાનસભા હોય આ તમામ સંસ્થાઓને બીજેપીને કેપ્ચર કરી લીધા છે. એટલે અહીં તમે રાજનૈતિક પાર્ટી સાથે નથી લડી રહ્યા પરંતુ અહીં તમામ સંસ્થાઓ સાથે લડવાનું છે. તેમણે વધુમાં જણાવ્યુ કે,  ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બની ગયુ છે. તમામ ડ્રગ્સ મુદ્રા પોર્ટ પરથી જ આવી રહ્યુ છે પરંતુ અહીંની સરકાર કોઇ કાર્યવાહી નથી કરી રહી. તેમણે ઉદ્યોગપતિઓ પર પ્રહાર કરતા જણાવ્યુ કે, ગુજરાત મોડલમાં ઉદ્યોગપતિઓને જમીનો તરત જ મળી જાય છે પરંતુ ખેડૂતોને જમીન મળતી નથી. ગુજરાત મોડેલ બે-ત્રણ ઉદ્યોગપતિઓનું મોડલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here