ત્રણ ક્વાર્ટર પછી ઓટો કોન્ટ્રાક્ટના ભાવમાં વધારો કરવા સ્ટીલ કંપનીઓનું દબાણ

0
50

– એપ્રિલથી જૂનના કરાર માટે ઓટો સેક્ટરના ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ સાથે વાટાઘાટો શરૂ

વાહન ઉત્પાદકોનો ખર્ચ વધવા જઈ રહ્યો છે. સ્ટીલ કંપનીઓ લગભગ ત્રણ ક્વાર્ટર પછી કોન્ટ્રાક્ટના ભાવમાં વધારો કરવા દબાણ કરી રહી છે. પરંતુ ઓટોમેકર્સ આ વધારો ગ્રાહકો સુધી પહોંચાડે છે કે કેમ તે જોવાનું રહે છે. મોટાભાગના કાર ઉત્પાદકોએ ભાવવધારાની જાહેરાત કરી દીધી છે, જે એપ્રિલથી લાગુ થશે.

કાર અને યુટિલિટી વાહનોમાં કાચા માલના ખર્ચમાં સ્ટીલનો હિસ્સો લગભગ આઠ ટકા, ટુ-વ્હીલર્સમાં સાત ટકા અને કોમર્શિયલ વાહનોમાં નવ ટકા છે. મોટી સ્ટીલ કંપનીઓ ટાટા સ્ટીલ, જેએસડબ્લયુ  સ્ટીલ અને આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ સ્ટીલના ભાવમાં આવેલી તેજીની પૃષ્ઠભૂમિમાં એપ્રિલથી જૂન કરાર માટે ઓટો સેક્ટરના ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ  સાથે વાટાઘાટો શરૂ કરી છે. વાહન ઉત્પાદકો દ્વારા ભાવવધારાની જાહેરાત બાદ ટૂંક સમયમાં જ વાટાઘાટો શરૂ કરવામાં આવી છે.
સ્ટીલ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે ડિસેમ્બર ૨૦૨૨માં વૈશ્વિક સ્તરે સ્ટીલના ભાવમાં વધારો થયો હતો, જે ઊંચા ખર્ચ માળખાને પ્રતિબિંબિત કરે છે. તેથી, વાહનોના કોન્ટ્રાક્ટના ભાવમાં સીધો વધારો થશે. કોન્ટ્રાક્ટ માટે વાટાઘાટો શરૂ થઈ ગઈ છે.છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ વધી રહેલા ઇનપુટ ખર્ચને કારણે ડિસેમ્બરના અંતથી સ્ટીલના ભાવમાં વધારો થયો છે, જે વાટાઘાટોમાં પણ પ્રતિબિંબિત થશે.
સામાન્ય રીતે છેલ્લા ૩/૬ મહિનાની સરેરાશ વાટાઘાટોનો આધાર બનાવે છે. ડિસેમ્બરથી વૈશ્વિક સ્તરે સ્પોટ સ્ટીલના ભાવમાં વધારો થયો છે. માર્ચ સુધીમાં અમેરિકામાં લગભગ ૪૯ ટકા અને યુરોપમાં ૨૨ ટકાનો વધારો થયો છે. સ્થાનિક બજારમાં ૧૨ ટકાથી વધુનો વધારો થયો છે, જે ભાવિ કરાર માટે વાટાઘાટો માટેનો આધાર હશે.
વાહનો માટેના કોન્ટ્રાક્ટ સામાન્ય રીતે છ મહિના માટે હતા, પરંતુ કોવિડ-૧૯ રોગચાળાને પગલે પુરવઠામાં વિક્ષેપને કારણે સ્ટીલના ભાવમાં અસ્થિરતાએ કંપનીઓને ત્રિમાસિક કોન્ટ્રાક્ટ તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
૧ એપ્રિલથી અમલી બનેલા નવા ઉત્સર્જન ધોરણોના અનુપાલન ખર્ચ તેમજ અગાઉના ખર્ચ વધારાને સમાવવા માટે વાહનોના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here