રાહુલ ગાંધી ઘટના પર અમેરિકાની પુરી નજર, બાયડેન તંત્રે તે અંગે આપેલો મહત્વનો પ્રતિભાવ

0
83
– ”કાનૂનનું શાસન અને ન્યાયિક સ્વતંત્રતાનું સન્માન, કોઈપણ લોકતંત્રની આધાર-શિલા છે”


વૉશિંગ્ટન : સંયુક્ત-રાજય અમેરિકાએ ભારતીય અદાલતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી થયેલા કેસ પર પુરી નજર રાખી રહ્યું છે. આ અંગે વિદેશ વિભાગના ઉપપ્રવક્તા વેદાંત પટેલે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ”કાનૂનનાં શાસન અને ન્યાયિક સ્વતંત્રતાનું સન્માન કોઈપણ લોકતંત્રની આધારશિલા છે. રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ છીનવાઈ ગયા. આ અંગે બાયડન વહીવટી તંત્રે આ મહત્વનો પ્રતિભાવ આપ્યો હતો.”

તે સર્વવિદિત છે કે મોદી અટક પર કરેલી ટિપ્પણીના માનહાની કેસમાં દોષિત ઠરાવાયા પછી સુરત કોર્ટ દ્વારા રાહુલને બે વર્ષની કેદની સજા કરી હતી. તે પછી તેમનું સાંસદપદ રદ કરાયું હતું.

૨૦૧૯ માં કર્ણાટકના કોલારમાં યોજાયેલ એક રેલીમાં રાહુલ ગાંધીએ મોદી સરનેમ અંગે ટિપ્પણી કરી હતી. તેથી સુરત પશ્ચિમના ભાજપના વિધાયક પૂર્ણેશ મોદીએ અપરાધિક માનહાનીનો તેમના ઉપર કેસ કર્યો હતો. જેમાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જેમાં રાહુલને બે વર્ષની સજા કરતા તેમનું સાંસદ પદ છીનવી લેવાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here