પુતિન ઉપર એરેસ્ટ વોરંટ જારી કરાયાથી રશિયા ભડક્યું : કહ્યું ICC હેડકવાર્ટર તોડી નાખશું

0
42
 ઈન્ટરનેશનલ ક્રીમીનલ કોર્ટ (ICC) દ્વારા રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ઉપર ધરપકડનું વોરંટ જારી કરાયું છે તે સંદર્ભે પુતિનના ખાસ વિશ્વાસુ અને રશિયાની સિક્યોરિટી કાઉન્સીલના ડેપ્યુટી ચેરમેન દિમિત્રી મેદવેદેવ રીતસરની ધમકી જ ઉચ્ચારી છે કે ભગવાન અને મિસાઈલ્સથી બચવું સંભવિત જ નથી.
પુતિનના વફાદાર મનાતા, મેદવેદેવ ૨૦૦૮ થી ૨૦૧૨ સુધી રશિયાના રાષ્ટ્રપતિ પદે પણ હતા. તે પછી તેમણે પુતિનને સત્તા સોંપી હતી.
તેમણે કહ્યું કે ‘સંભવ છે કે નોર્થ સીમાં રહેલાં રશિયાનાં યુદ્ધ જહાજોમાંથી નીકળેલાં હાઈપરસોનિક મિસાઇલ્સ ધી હેગમાં રહેલી આંતરરાષ્ટ્રીય ફોજદારી કોર્ટ ઉપર પણ પડે તે રોકવી કોર્ટ માટે અસંભવ છે.’ તે કોર્ટ કંઈ ‘નાટો’ની સભ્ય નથી તેથી કોઈ યુદ્ધ થવાની પણ શક્યતા નથી. તેથી એ હુમલાથી કોઈને કશો અફસોસ નહીં થાય.
મેદવેદેવે પોતાના ટેલીગ્રામ એકાઉન્ટ પર લખેલાં એક સ્ટેટમેન્ટમાં ICC ને એક નિરર્થક આંતરરાષ્ટ્રીય સંગઠન કહેવા સાથે જણાવ્યું હતું કે, તેના જજોએ હવે મિસાઈલ હુમલા માટે આકાશ તરફ નજર રાખવી પડશે.
નિરીક્ષકો તેમ પણ કહે છે કે વોરન્ટ બજાવવા જશે કોણ ? કોઈ રશિયા જઈ જ નહીં શકે તો પછી તે વોરંટનો અર્થ શો છે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here