આજે ગુજરાત યુનિવર્સિટીના 73મા સ્થાપના દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને એક દિવસની જાહેર રજા અપાઈ

0
87
આ MOUથી સંરક્ષણ અને તકનીકી ક્ષેત્રે જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિશેષ પ્રમાણમાં સંશોધન હાથ ધરવામાં આવશે. આ સેન્ટરથી 100 કરોડથી પણ વધુના રોકાણ સાથે સ્થાપવામાં આવશે
આ MOUથી સંરક્ષણ અને તકનીકી ક્ષેત્રે જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિશેષ પ્રમાણમાં સંશોધન હાથ ધરવામાં આવશે. આ સેન્ટરથી 100 કરોડથી પણ વધુના રોકાણ સાથે સ્થાપવામાં આવશે

અમદાવાદ : આજે ગુજરાત યુનિવર્સિટીનો 73મો સ્થાપના દિવસ છે. જેની યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને આજે એક દિવસની જાહેર રજા પણ આપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના 23 નવેમ્બર 1949ના રોજ થઈ હતી. યુનિવર્સીટીમાં સ્થાપના દિવસ નિમિતે અલગ અલગ રંગોળી બનાવવામાં આવી છે. ઉપરાંત અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. યુનિવર્સિટીના તમામ પ્રોફેસર અને ફેકલ્ટી ઉજવણીમાં ભાગ લેશે. બીજી તરફ આવતીકાલથી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપશે. આ માટે પરીક્ષા વિભાગ દ્વારા તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.અમદાવાદ ખાતે એડવાન્સ ટેકનોલોજી સેન્ટર – સરદાર વલ્લભભાઈ પટેલ સેન્ટર ફોર સાયબર સિક્યુરીટી રિસર્ચની સ્થાપના માટે ગુજરાત યુનિવર્સિટી અને ભારત સરકારના સંરક્ષણ વિભાગના હસ્તકના ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન સાથે નવી દિલ્હી ખાતે 4 ઓક્ટોબરે MOU થયા હતા. આ MOU પ્રસંગે ભારત સરકારના મંત્રી રાજનાથસિંહ, સંરક્ષણ વિભાગના સેક્રેટરી અને DRDOના ચેરમેન ડૉ જી. સતીસ રેડ્ડી અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા હાજર રહ્યા હતા. આ MOUથી સંરક્ષણ અને તકનીકી ક્ષેત્રે જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિશેષ પ્રમાણમાં સંશોધન હાથ ધરવામાં આવશે. આ સેન્ટરથી 100 કરોડથી પણ વધુના રોકાણ સાથે સ્થાપવામાં આવશેગુજરાત યુનિવર્સિટીમાં અનેક કોર્સ ચાલે છે. જેમાં લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે હવે નવું શૈક્ષણિક વર્ષ શરુ થયું છે. કોરોના જેવી મહામારીની પરિસ્થિતિમાં પણ ગુજરાત યુનિવર્સિટીમાં 90 નવા કોર્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. 90 પૈકીના અનેક કોર્સ સૌ પ્રથમ વખત ગુજરાત અને ભારતમાં ભણાવવામાં આવશે. આ 90 કોર્સમાંથી 20 કોર્સ કોરોનાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યા છે. જે આવનાર સમયમાં મદદરૂપ થશે.કોરોના જેવી મહામારીમાં અનેક વસ્તુઓની અછત સર્જાઈ છે. ઉપરાંત કોરોનાની મહામારી અત્યાર સુધીની સૌથી મોટી મહામારી છે જેમાં લોકોને માનસિક, આર્થિક અને શારીરિક રીતે અસર થઇ છે ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમાં રાખીને સમયની જરૂરિયાત મુજબ નવા કોર્સ શરુ કરવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા 90 કોર્સ શરુ કરવામાં આવ્યા છે, જેમાં 20 કોર્સ કોરોનાને ધ્યાનમાં રાખીને શરુ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here