Navratri 2021: સવા ચાર કિલો વજનની ખેલૈયાની પાઘડી, ગરબાની રંગતમાં લગાવશે ચાર ચાંદ

0
110
. કોરોનાની પહેલી લહેરમાં હજારો લોકો પોતાના વતન જવા માટે નીકળ્યા હતા.ટ્રેનો બંધ, બસો બંધ છતાં ચાલતા જઇ રહેલા લોકો મદદએ આવનાર  અને કોરોનાના દર્દીઓની મદદ કરી તેઓ માટે રિયલ હીરો સાબિત થનાર અભિનેતા સોનુ સુદ થીમ પર આ વખતે અનુજ એ પાઘડી બનાવી છે
. કોરોનાની પહેલી લહેરમાં હજારો લોકો પોતાના વતન જવા માટે નીકળ્યા હતા.ટ્રેનો બંધ, બસો બંધ છતાં ચાલતા જઇ રહેલા લોકો મદદએ આવનાર  અને કોરોનાના દર્દીઓની મદદ કરી તેઓ માટે રિયલ હીરો સાબિત થનાર અભિનેતા સોનુ સુદ થીમ પર આ વખતે અનુજ એ પાઘડી બનાવી છે

અમદાવાદઃ માં આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. ગતવર્ષે કોરોનાનાકારણે ગરબા યોજાયા ન હતા ત્યારે આ વર્ષે ખેલૈયાઓમાંગરબાનો ઉત્સાહ બેવડાયો છે. એવામાં આ વખતે પાઘડીનું અકર્ષણ (turban Attraction) વધુ જોવા મળશે. અને તેમાંય અમદાવાદી યુવાન અનુજ મુદલિયારએ બનાવેલી પાઘડી (Turban)ગરબાની રંગતમાં ચાર ચાંદ લગાડશે. ત્યારે એ જોવું વધુ આવશ્યક છે કે એવું તો શું છે આ પાઘડીમાં. આમ તો નવરાત્રીમાં ગરબાના ખેલૈયાઓ અંગે અંગરખું અને કેડિયું  કેડે કંદોરો અને માથે અણિયાળી પાઘડી જેવા ટ્રેડીશનલ ડ્રેસમાં તો નજરે પડતા જ હોય છે. પણ અમદાવાદના યુવાન અનુજ મુદલિયારએ તૈયાર કરેલી આ પાઘડી જરા હટકે છે. કારણ કે આ પાઘડીનું વજન છે સવા ચાર કિલો. સ્વભાવિક છે કે સવા ચાર કિલો પાઘડીની વાત આવે એટલે સૌ કોઈને મનમાં સવાલ થાય કે એવું તે શું છે વળી આ પાઘડીમાંત્યારે આ પાઘડીની વિશેષતા ખેલૈયા અનુજ મુદલિયાર પાસેથી જ જાણીએ તો આ પાઘડીમાં ઓક્સિજન બોટલ છે, દર્દીઓ છે. દર્દીઓનું દર્દ છે અને દર્દીઓનો મસીહા સોનુ સુદ છે. કોરોનાની પહેલી લહેરમાં હજારો લોકો પોતાના વતન જવા માટે નીકળ્યા હતા.ટ્રેનો બંધ, બસો બંધ છતાં ચાલતા જઇ રહેલા લોકો મદદએ આવનાર  અને કોરોનાના દર્દીઓની મદદ કરી તેઓ માટે રિયલ હીરો સાબિત થનાર અભિનેતા સોનુ સુદ થીમ પર આ વખતે અનુજ એ પાઘડી બનાવી છે.હવે પાઘડીના વજનની વાત કરીએ તો તેનું વજન સવા ચાર કિલો છે. પાઘડીની કલગીની સાઈઝ 82 સેન્ટિમીટરની છે. આ પાઘડીમાં 7 મીટર કાપડ વપરાયું છે. મહત્વનું છે કે અનુજે અગાઉ છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારે પાઘડીની અલગ અલગ થીમ સાથે ગરબાના ગ્રાઉન્ડ પર ઉતરે છે.વર્ષ 2017માં GSTની થીમ, 2018 હેરિટેજ થીમ, 2019માં મોદી પાઘડી, 2020માં કોરોના વોરિયર્સ થીમ પર અને હવે 2021માં રિયલ હીરો સોનુ સુદ થીમ પર પાઘડી અનુજ એ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here