ગાંધીનગર જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ માટે કપરાં ચઢાણ

0
154
શનાભાઇ એ રાજકીય સંન્યાસ લેવાની જાહેરાત કરીછે ને જિલ્લા પ્રમુખ સામે છૂપો વિરોધ વ્યક્ત કર્યો છે..જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભી પોતે ગાંધીનગર તાલુકાના હોવા છતાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કડજાદરા બેઠક ઉપર ચૂંટણી લડ્યા હતા અને કારમી હાર થઈ હતી
શનાભાઇ એ રાજકીય સંન્યાસ લેવાની જાહેરાત કરીછે ને જિલ્લા પ્રમુખ સામે છૂપો વિરોધ વ્યક્ત કર્યો છે..જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભી પોતે ગાંધીનગર તાલુકાના હોવા છતાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કડજાદરા બેઠક ઉપર ચૂંટણી લડ્યા હતા અને કારમી હાર થઈ હતી

ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ (Internal dissension in Congress) ચરમસીમાએ પહોંચ્યો છે અને છાલા જિલ્લા પંચાયતની બેઠકના ઉમેદવારે રાજીનામું (Resignation) આપી દેતાં કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે . જિલ્લા પ્રમુખની મનમાની અને જાહૂકમી સામે કાર્યકરોમાં તીવ્ર અસંતોષ જાવા મળી રહ્યો છે અને પ્રમુખ સામે વિરોધ – વંટોળ ઉગ્ર બની રહ્યો છે. હાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી સામે કોંગ્રેસમાં વિરોધની આગ ભભૂકી ઊઠી છે અને આવનારા દિવસોમાં નવા જૂની થવાના પણ એંધાણ છે.છાલા બેઠકના કોંગ્રેસના જિલ્લા પંચાયતના ઉમેદવાર શનાભાઈ પટેલે રાજીનામું આપી દેતાં કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે. આ એક રાજીનામા ના ઘેરા પ્રત્યાઘાતપડયા છે.. શનાભાઇ એ રાજકીય સંન્યાસ લેવાની જાહેરાત કરીછે ને જિલ્લા પ્રમુખ સામે છૂપો વિરોધ વ્યક્ત કર્યો છે..જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભી પોતે ગાંધીનગર તાલુકાના હોવા છતાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કડજાદરા બેઠક ઉપર ચૂંટણી લડ્યા હતા અને કારમી હાર થઈ હતી . કોંગ્રેસ પ્રમુખને આયાતી ઉમેદવાર તરીકે કડજાદરા બેઠક ઉપર મૂક્યા ત્યારે જ કાર્યકરોમાં તીવ્ર અસંતોષ હતો. એટલે તેઓ નિષ્ક્રિય બની ગયા હતાઆ ઉપરાંત સમજુ મતદારોએ પણ આયાતી ઉમેદવારને જાકારો આપ્યો હતો અને પ્રમુખને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો . કોંગ્રેસને માત્ર 9 બેઠકો મળી હતી અને સત્તામાં આવવાનું સપનું માત્ર સપનું જ રહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here