Tokyo Olympics: આજે ભાલા ફેંકની ફાઇનલ, ભારતનો નીરજ અને પાકિસ્તાનનો અરશદ આમને-સામને

0
192
ભારતીય જૈવલીન થ્રો એથ્લીટ નીરજ ચોપડાએ પોતાના ગ્રુપમાં ટોપ પર રહેતા ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યુ તો પાકિસ્તાનના અરશદ નદીમે પણ ગ્રુપ-બીમાં ટોપ પર રહી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
ભારતીય જૈવલીન થ્રો એથ્લીટ નીરજ ચોપડાએ પોતાના ગ્રુપમાં ટોપ પર રહેતા ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યુ તો પાકિસ્તાનના અરશદ નદીમે પણ ગ્રુપ-બીમાં ટોપ પર રહી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

  ટોક્યો : સ્ટાર જૈવલીન થ્રો એથ્લીટ નીરજ ચોપડા ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને ટ્રેક એન્ડ ફીલ્ડ ઇવેન્ટમાં મેડલ અપાવી શકે છે. 23 વર્ષીય નીરજ ટોક્યોમાં ભારતને મેડલની આશા છે. નીરજે ક્વોલિફિકેશનમાં 86.65 મીટરનો થ્રો કરી ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યુ છે. તેણે પોતાના ગ્રુપમાં ટોપ પર રહેતા ફાઇનટની ટિકિટ મેળવી હતી. ફાઇનલમાં નીરજના સૌથી મોટા વિરોધી પાકિસ્તાનનો અરશદ નદીમ
હશે. નદીમે ભાલાને 85.16 મીટર દૂર થ્રો કરી ફાઇનલમાં જગ્યા બનાવી છે. નદીમ ગ્રુપ બીમાં ટોપ પર રહેતા ટાઇટલ મુકાબલામાં પહોંચ્યો છે. ફાઇનલ માટે કુલ 12 એથ્લીટોએ ક્વોલિફાઇ કર્યુ છે. અરશદનો આઇડલ નીરજ ચોપડા રહ્યો છે. અરશદે 2016 સાઉથ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો જ્યારે નીરજે ગોલ્ડ પર કબજો જમાવ્યો હતો. આ સિવાય પાકિસ્તાની એથ્લીટે એશિયન ગેમ્સમાં સિલ્વર જ્યારે ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. નદીમ 2019 એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતી ચુક્યો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here