ટોક્યો ઓલિમ્પિક્સ : તીરંદાજીમાં દીપિકા કુમારી ક્વાર્ટર ફાઇનલમાં હારી; મહિલા હોકી ટીમ જીતી

0
151
લવલીના સેમી-ફાઇનલમાં 2019 વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની એન્ના લાઈસેંકો સામે મુકાબલો થશે. વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ આ ઓલિમ્પિકમાં ભારત માટે પ્રથમ મેડલ જીત્યો છે. તેણે સિલ્વર મેડલ પોતાને નામે કર્યો છે
લવલીના સેમી-ફાઇનલમાં 2019 વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની એન્ના લાઈસેંકો સામે મુકાબલો થશે. વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ આ ઓલિમ્પિકમાં ભારત માટે પ્રથમ મેડલ જીત્યો છે. તેણે સિલ્વર મેડલ પોતાને નામે કર્યો છે

બીજી તરફ તીરંદાજમાં દીપિકા કુમારી ક્વાર્ટર ફાઈનલમાં હારી ગઈ છે. જ્યારે, મહિલા હોકી ટીમે આયરલેન્ડને 1-0 થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશા કાયમ રાખી છે. શનિવારે ભારતનો સામનો સાઉથ આફ્રિકા સામે થશે. ત્યારબાદ નક્કી થશે કે મહિલા હોકી ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચે છે કે નહીં.ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે વધુ એક મેડલની પુષ્ટિ થઈ છે. ભારતીય મહિલા બોક્સર લવલીના બોરગોહેને ચીનની તાઈપે કી ચેન નિએનને હરાવી 69 કિલોગ્રામ વજન કેટેગરીની સેમી-ફાઇનલમાં પહોંચી ગઈ છે. ત્રણેય રાઉન્ડમાં, લવલીનાએ હરીફ બોક્સરને ટકવા ન દીધી. પ્રથમ રાઉન્ડમાં 5માંથી 3 જજોએ લવલીનાની તરફેણમાં ફેંસલો આપ્યો છે. બીજા રાઉન્ડમાં પણ તમામ 5 જજોએ લવલીનાને વિજેતા તરીકે જોઇ. ત્રીજા રાઉન્ડમાં 4 જજોએ લવલીનાને વધુ સારી રીતે બતાવી હતી. અન્ય એક ભારતીય મુક્કાબાજી સિમરનજિત કૌરે 60 કિલો વજનની કેટેગરીમાં થાઇલેન્ડની સુદાપોર્ન સિસોંડી સામે 5-0થી હારી ગયા બાદ પ્રથમ રાઉન્ડમાં બહાર થઇ હતી. આ રીતે લવલીનાએ 4-1થી મુકાબલો જીત્યો. બોક્સિંગમાં સેમી-ફાઇનલમાં પહોંચતાં જ મેડલ પાક્કો થઈ જાય છે. લવલીના સેમી-ફાઇનલમાં 2019 વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની એન્ના લાઈસેંકો સામે મુકાબલો થશે. વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ આ ઓલિમ્પિકમાં ભારત માટે પ્રથમ મેડલ જીત્યો છે. તેણે સિલ્વર મેડલ પોતાને નામે કર્યો છે.દીપિક કુમારી તીરંદાજીની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં રશિયન ઓલિમ્પિક કમિટી (ROC)ની સેનિયા પેરોવાને શૂટઆઉટમાં 6-5થી હરાવી હતી. દીપિકાએ સેનિયા સામે પહેલો સેટ 27-25થી જીત્યો હતો, જ્યારે સેનિયાએ બીજો સેટ 27-26થી જીત્યો હતો. ત્રીજા સેટમાં સેનિયાએ 28-27થી જીત મેળવી હતી. આ પછી ચોથા સેટમાં સેનિયાએ વાપસી કરી અને 26-26ની બરબરી કરી હતી. આ પછી પાંચમો સેટ 28-25થી જીત્યો. મુકાબલો શૂટઆઉટ પર ગયો. આમાં દીપિકાએ 10 પોઈન્ટ લીધા હતા, જ્યારે સેનિયા માત્ર 8 પોઈન્ટ લઈ શકી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here