ટીમ ઈન્ડિયાના ચહલ અને ગૌતમ સંક્રમિત, કૃણાલ પંડ્યા સહિત આ ત્રણેય ખેલાડી કોરોના પોઝિટિવ

0
182
જેમા કૃણાલના સંપર્કમાં આવનાર છ ખેલાડી પણ છે. આ ખેલાડીઓમાં હાર્દિક પંડ્યા, પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, દીપક ચહર અને ઈશાન કિશન છે. આ તમામ ખેલાડીઓના RT-PCR ટેસ્ટ કોરોના નેગેટિવ આવ્યા છે
જેમા કૃણાલના સંપર્કમાં આવનાર છ ખેલાડી પણ છે. આ ખેલાડીઓમાં હાર્દિક પંડ્યા, પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, દીપક ચહર અને ઈશાન કિશન છે. આ તમામ ખેલાડીઓના RT-PCR ટેસ્ટ કોરોના નેગેટિવ આવ્યા છે

શ્રીલંકામાં ટીમ ઈન્ડિયાના વધુ બે ખેલાડી કોરોના સંક્રમિત થયા છે. યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપા ગૌતમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલાં કૃણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આ બન્ને ખેલાડી તેના સંપર્કમાં આવ્યા હતાકૃણાલ પંડ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી જે આઠ ખેલાડીને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા તેમાં ચહલ અને ગૌતમ પણ હતા. અન્ય બીજા ખેલાડીઓમાં પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દીપક ચહર, મનીષ પાંડે અને ઈશાન કિશન હતા. આ 8 ખેલાડી શ્રીલંકા સામેની બીજી અને ત્રીજી T20 મેચમાં રમ્યા ન હતા.ચહલ અને કિશન બન્ને કૃણાલના સંપર્કમાં આવ્યા હતા.યુઝવેન્દ્ર ચહલે વનડે સિરીઝમાં શ્રીલંકન ટીમના ખેલાડીઓને મુશ્કેલીમાં મૂક્યા હતા. ચહલે સિરીઝની પહેલી 2 વનડે મેચ રમી હતી, જેમાં તેણે કુલ 5 વિકેટ લીધી હતી. (1st વનડે- 2 વિકેટ, 2nd વનડે- 3 વિકેટ ) વળી, યુઝવેન્દ્ર ચહલે પહેલી T20 મેચમાં 19 રન આપી 1 વિકેટ લીધી હતી.ટીમના બાકીના તમામ ખેલાડીઓ આજે સાંજે ભારત આવવા રવાના થશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here