ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર કરાશે, સ્કૂલો પ્રિન્ટ કાઢીને પરિણામ વિદ્યાર્થીઓને આપશે

0
186
બોર્ડે જાહેર કરેલા પરિપત્રને હાઇકોર્ટમાં પડકારાયો હતો. ધો. 10ના ગણિતના માર્ક ધો.12 સામાન્ય પ્રવાહના આંકડાશાસ્ત્રમાં ઉમેરવાનો નિયમ સરકારે રદ કર્યો હતો.
બોર્ડે જાહેર કરેલા પરિપત્રને હાઇકોર્ટમાં પડકારાયો હતો. ધો. 10ના ગણિતના માર્ક ધો.12 સામાન્ય પ્રવાહના આંકડાશાસ્ત્રમાં ઉમેરવાનો નિયમ સરકારે રદ કર્યો હતો.

અમદાવાદ : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આવતીકાલે 31 જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ result.gseb.org પર મૂકવામાં આવશે. આ પરિણામ સ્કૂલો પોતાની શાળાના પરિણામ ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગ-ઇન કરી શકશે તથા પ્રિન્ટ કરી શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેમના પરિણામની ઝેરોક્સ આપીને એની જાણ કરવાની રહેશે.રાજ્ય સરકારે ધો. 10ના નિયમિત વિદ્યાર્થીઓને પરીક્ષા નહીં લેવાનો નિર્ણય લીધા પછી ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો હતો. એવામાં પહેલીવાર ધો. 12 બોર્ડમાં સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સાથે 100 ટકા પરિણામ જાહેર કરાશે.શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, અમદાવાદની 550 સ્કૂલોએ ધોરણ 12નું પરિણામ તૈયાર કરીને બોર્ડની વેબસાઈટ પર મૂક્યું છે. નોંધનીય છે કે ગઈકાલે જ ધોરણ-10ના ગણિતના માર્ક ધોરણ 12ના આંકડાશાસ્ત્રમાં ગણતરીમાં લેવા થયેલી અરજી હાઇકોર્ટે ફગાવી હતી. એ બાદ શિક્ષણ વિભાગ દ્વારા પરિણામ જાહેર કરવાની જાહેરાત કરાઈ છે.કોમર્સમાં અકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનો વિષય એ ગણિતનો વિષય છેઅને ધોરણ-10નું ગણિત એનો પાયો છે તેથી એને ગણતરીમાં લેવા જોઇએ. સરકારે કરેલો નિર્ણય વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાનકર્તા છે. 10મા ધોરણના ગણિતના માર્ક ગણતરીમાં નહીં લેવાય તો વિદ્યાર્થીઓને 8થી 10 ટકા જેટલું પરિણામ નીચું જશે. બોર્ડે જાહેર કરેલા પરિપત્રને હાઇકોર્ટમાં પડકારાયો હતો. ધો. 10ના ગણિતના માર્ક ધો.12 સામાન્ય પ્રવાહના આંકડાશાસ્ત્રમાં ઉમેરવાનો નિયમ સરકારે રદ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here