GatiShakti Master Plan: ‘પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના’ની શરૂઆત- જાણો શું છે આ યોજના

0
324
. આ પ્રોજેક્ટ શરૂ થયા બાદ તમામ વિભાગોને એક કેન્દ્રીય પોર્ટલના માધ્યમથી એક-બીજાના પ્રોજેક્ટ અંગે માહિતી મળશે. આ ઉપરાંત મલ્ટી-મૉડલ કનેક્ટિવીટીથી લોકો, વસ્તુઓ અને સેવાઓનું આદાન-પ્રદાન માટે એકીકૃત અને વિઘ્નરહિત જોડાણ પ્રાપ્ત થશે. આ પ્રોજેક્ટ શરૂ થયા બાદ તમામ વિભાગોને એક કેન્દ્રીય પોર્ટલના માધ્યમથી એક-બીજાના પ્રોજેક્ટ અંગે માહિતી મળશે. આ ઉપરાંત મલ્ટી-મૉડલ કનેક્ટિવીટીથી લોકો, વસ્તુઓ અને સેવાઓનું આદાન-પ્રદાન માટે એકીકૃત અને વિઘ્નરહિત જોડાણ પ્રાપ્ત થશે
. આ પ્રોજેક્ટ શરૂ થયા બાદ તમામ વિભાગોને એક કેન્દ્રીય પોર્ટલના માધ્યમથી એક-બીજાના પ્રોજેક્ટ અંગે માહિતી મળશે. આ ઉપરાંત મલ્ટી-મૉડલ કનેક્ટિવીટીથી લોકો, વસ્તુઓ અને સેવાઓનું આદાન-પ્રદાન માટે એકીકૃત અને વિઘ્નરહિત જોડાણ પ્રાપ્ત થશે

GatiShakti Master Plan: પ્રધાનમંત્રી ગતિશક્તિ કાર્યક્રમ વિશે જણાવતા વડાપ્રધાન કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે, ગતિશક્તિ પ્રોજેક્ટથી વિભાગીય અડચણો દૂર થશે.

નવી દિલ્હી:  GatiShakti-National Master Plan: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે “પ્રધાનમંત્રી ગતિ શક્તિ” નેશનલ માસ્ટર પ્લાનનું પ્રક્ષેપણ  કર્યું છે.  ગુજરાતમાં ગાંધીનગ ખાતે મહાત્મા મંદિર ખાતે આ અંગે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો છે. આ મામલે નવી દિલ્હી ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં પીએમ મોદીએ આ યોજનાની શરૂઆત કરાવી હતી. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા. આ યોજનાની શરૂઆતથી ભારતના વિકાસને વેગ મળશે, તેમજ દેશમાં રોજગારીની નવી તકો ઊભી થશે.પ્રધાનમંત્રી ગતિ શક્તિ કાર્યક્રમ વિશે જણાવતા વડાપ્રધાન કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે, ગતિ શક્તિ પ્રોજેક્ટથી વિભાગીય અડચણો દૂર થશે. આ પ્રોજેક્ટ શરૂ થયા બાદ તમામ વિભાગોને એક કેન્દ્રીય પોર્ટલના માધ્યમથી એક-બીજાના પ્રોજેક્ટ અંગે માહિતી મળશે. આ ઉપરાંત મલ્ટી-મૉડલ કનેક્ટિવીટીથી લોકો, વસ્તુઓ અને સેવાઓનું આદાન-પ્રદાન માટે એકીકૃત અને વિઘ્નરહિત જોડાણ પ્રાપ્ત થશે. પીએમઓ તરફથી કહેવામાં આવ્યું છે કે ગતિ શક્તિ પ્રોજેક્ટ વ્યાપકતા, પ્રાથમિકતા, અનુકૂળતા, સમકાલીન અને વિશ્વેલષ્ણાત્મક અને ગતિશીલ હોવાના છ સ્તંભ પર આધારિક છે.આ પ્રોજક્ટથી મોટા પ્રમાણમાં રોજગારીના અવસર ઊભા થશે, સ્થાનિક વસ્તુઓને વૈશ્વિક સ્તરે ઓળખ મળશે અને પુરવઠા શ્રેણીમાં સુધારો થશે. પીએમ ગતિ શક્તિ યોજના અંતર્ગત ભારતમાલા, સાગરમાલા, આંતરરાષ્ટ્રીય જલમાર્ગ જેવા અલગ અલગ મંત્રાલયો અને રાજ્ય સરકારોની મૂળભૂત માળખાકીય યોજનાઓ સામેલ હશે. પીએમ-ગતિ શક્તિ યોજનામાં ટેક્સટાઇલ ક્લસ્ટર, ફાર્માસ્યુટિકલ ક્લસ્ટર, રક્ષા, ઇલેક્ટ્રોનિક પાર્ક, ઔદ્યોગિક ક્લસ્ટર, ફિશિંગ ક્લસ્ટર, એગ્રી ઝોન જેવા ક્ષેત્રોમાં કનેક્ટિવીટી સુધાર સાથે ભારતીય વ્યવસાયોને વધારે પ્રતિસ્પર્ધી બનાવવા માટે કામ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here