દીપ સિદ્ધુની ખેડૂત નેતાઓને ધમકી – હુ તમારી પોલ ખોલી તો દિલ્હીથી બહાર નીકળવાનો રસ્તો નહી મળે

0
267
પહેલી વાત તો એ કે 25 તારીખની રાત્રે નૌજવાનોને મંચ પર રોષ બતાવ્યો હતો, કારણ કે તેમને પંજાબથી દિલ્હીમાં પરેડ કરવાનુ કહીને બોલાવ્યા હતા.
પહેલી વાત તો એ કે 25 તારીખની રાત્રે નૌજવાનોને મંચ પર રોષ બતાવ્યો હતો, કારણ કે તેમને પંજાબથી દિલ્હીમાં પરેડ કરવાનુ કહીને બોલાવ્યા હતા.
દિલ્હી : લાલ કિલ્લા પર ખાલસા પંથનો ધ્વજ લગાવવા માટે લોકોને ઉશ્કેરવામા દોષી ઠેરવવામાં આએલા પંજાબી ગાયક દીપ સિદ્ધુએ પોતાને નિર્દોષ ગણાવ્યો છે. તેમણે બુધવારે મોડી રાત્રે પોતાના ફેસબુક પેજ પર લાઇવ આવીને ખેડૂત નેતાઓને ધમકી આપી હતી. કહ્યું- તમે મને દેશદ્રોહીનું પ્રમાણપત્ર આપી દીધું છે, જો હું તમારી પોલ ખોલવી શરૂ કરીશ તો તમને દિલ્હીથી ભાગવાનો રસ્તો નહી મળે.સિદ્ધુએ કહ્યું કે મારે લાઈવ આવવું પડ્યું કારણ કે મારી વિરુદ્ધ નફરત ફેલાવવામાં આવી રહી છે. ઘણા બધા જુઠ્ઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે. હું આટલા દિવસોથી આ બધું ચૂપચાપ સાંભળી રહ્યો હતો કારણ કે હું નહોતો ઇચ્છતો કે અમારા સૌની એકતાને લીધે ખેડૂત આંદોલનના સંઘર્ષને નુકસાન થાય, પરંતુ હવે આ આંદોલન જયા પહોચ્યુ છે ત્યા કેટલીક વાતો કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. પહેલી વાત તો એ કે 25 તારીખની રાત્રે નૌજવાનોને મંચ પર રોષ બતાવ્યો હતો, કારણ કે તેમને પંજાબથી દિલ્હીમાં પરેડ કરવાનુ કહીને બોલાવ્યા હતા. આ માટે વારેઘડીએ મંચ પરથી મોટા મોટા એલાન અને વચનો આપવામાં આવ્યા હતા. રોષ બતાવતા નૌજવાનોએ કહ્યુ કે જ્યારે અમે દિલ્હી આવી ગયો તો તમે અમને સરકારે નક્કી કરેલા રૂત પર જવા માટે કહી રહ્યા છો જે અમને મંજૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here