PM મોદી બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ પહોંચ્યા સંસદ ભવન

0
415
નાણાં મંત્રીની સામે કોરોનાના કારણે પડકારોનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થાને સંભાળવાની સાથે મધ્ય અને ગરીબ વર્ગને રાહત આપવાનો પડકાર છે.
નાણાં મંત્રીની સામે કોરોનાના કારણે પડકારોનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થાને સંભાળવાની સાથે મધ્ય અને ગરીબ વર્ગને રાહત આપવાનો પડકાર છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સંબોધન શરૂ થઈ ગયું છે. તેમણે પોતાની વાતની શરૂઆત દેશના વીરોને સલામ કરીને કરી છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદ ભવન પહોંચી ગયા છે. થોડીવારમાં તેમનું ભાષણ થશે. આ પછી નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વે રજૂ કરશે. પીએમ મોદી પણ સંસદ પહોંચ્યા છે. થોડા સમય પહેલા તેમણે મીડિયા સાથે વાત કરી હતી.બજેટ પહેલાં શેર બજારમાં તેજી. સેન્સેક્સમાં 702 પોઈન્ટનો ઉછાળો આવ્યો.બજેટ સત્ર પહેલા પીએમ મોદીએ મીડિયા સાથે વાત કરી હતી. મોદીએ બજેટ સત્રમાં તમામ સાંસદોનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, બજેટ સત્રમાં તમામ સાંસદો અને પાર્ટીઓએ શ્રેષ્ઠ મનથી ચર્ચા કરવી જોઈએ. તેમણે કહ્યું કે, ચૂંટણીની અસર બજેટ સત્ર પર ન થવી જોઈએ. PMએ કહ્યું કે, આજની વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત માટે ઘણી તકો છે. આ સત્ર દેશની આર્થિક પ્રગતિ, રસીકરણ કાર્યક્રમ, મેડ ઈન ઈન્ડિયા વેક્સીન વિશે વિશ્વમાં વિશ્વાસ પેદા કરે છે. પીએમએ કહ્યું કે, સત્રો અને ચર્ચાઓ વારંવાર ચૂંટણીઓથી પ્રભાવિત થાય છે. આ બજેટ સત્ર સમગ્ર સત્ર માટે બ્લુ પ્રિન્ટ દોરે છે, તેથી આ સત્રને ફળદાયી બનાવો. સારી ચર્ચા કરો. PM મોદી પહોંચ્યા સંસદ ભવન. વડાપ્રધાને કહ્યું, મુક્ત ચર્ચા, માનવિય સંવેદનાથી ભરેલી ચર્ચા થાય તેવી અપેક્ષા.નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2022ના રોજ બજેટ રજૂ કરશે. સ્વતંત્ર ભારતનું એ 92મું બજેટ હશે. આજે મન્ડે મેગા સ્ટોરીમાં અમે 8 સૌથી ઐતિહાસિક બજેટની કહાની લાવ્યા છીએ. આ એવાં બજેટ છે, જેમાં લેવાયેલા નિર્ણયોને કારણે ભારત આજે આ સ્થાને પહોંચ્યું છે.સત્રમાં બધાની નજર મંગળવારે રજૂ થનારા સામાન્ય બજેટ પર રહેશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરશે. આ સતત બીજુ બજેટ છે, જે કોરોનાની વચ્ચે રજૂ થશે. નાણાં મંત્રીની સામે કોરોનાના કારણે પડકારોનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થાને સંભાળવાની સાથે મધ્ય અને ગરીબ વર્ગને રાહત આપવાનો પડકાર છે. આ પાછળનું કારણ એ છે કે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છેસંસદનું બજેટસત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. એની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનથી થઈ છે. તેઓ સંસદનાં બંને ગૃહોને સંબોધિત કરી રહ્યા છે. એની સાથે જ બજેટસત્ર-2022ની શરૂઆત થઈ છે. મંગળવારે બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ સત્રની શરૂઆત પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા હતા અને તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે બજેટ પર ખુલ્લા મનથી ચર્ચા થાય. આ દેશને એક નવી ઊંચાઈએ લઈ જવાની તક છે.શરૂઆતના બે દિવસ સિવાય સંસદનાં બંને ગૃહોની કાર્યવાહી બે શિફ્ટમાં ચાલશે. રાષ્ટ્રપતિ સોમવારે બંને ગૃહોને સંબોધિત કરશે. તે પછીના દિવસથી લોકસભાની કાર્યવાહી સાંજે ચાર વાગ્યાથી નવ વાગ્યા સુધી અને રાજ્યસભાની કાર્યવાહીની શરૂઆત સવારે નવ વાગ્યાથી થશે. સોમવારે રાજ્યસભાની કાર્યવાહી બપોરે અઢી વાગ્યાથી શરૂ થશે. સોમવારે જ બંને ગૃહોમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here