ગુજરાતમાં દુષ્કાળના ડાકલા? ‘ભાદરવો ભરપૂર’ ન થાય તો ઘેરાઈ શકે છે સંકટ

0
98
આ વર્ષે વરસાદ પૂરતો વરસ્યો નથી. રાજ્યમાં અત્યારસુધીમાં 42 ટકા જેટલો વરસાદ નોંધાયો છે
આ વર્ષે વરસાદ પૂરતો વરસ્યો નથી. રાજ્યમાં અત્યારસુધીમાં 42 ટકા જેટલો વરસાદ નોંધાયો છે

અમદાવાદ : રાજ્યમાં આ વર્ષે મેઘરાજારિસાઈ ગયા હોવા તેવો માહોલ સર્જાયો છે. દર વખતે નવી નવી આગાહી આવે છે પરંતુ જોઈએ તેવો વરસાદ વરસતો નથી. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી હજુ સારો વરસાદ ન થાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિમાં ચોમાસાની સિઝન હરણગતિએ આગળ વધી રહી છે. પસાર થઈ રહેલો પ્રત્યેક દિવસ ખેડૂતો સાથે સાથે આમ જનતાને પણ મુશ્કેલીમાં મૂકી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જો ઓણુકી સિઝનમાં ‘ભાદરવો ભરપૂર ન થાય’ તો ગુજરાતમાં જળસંકટ ઘેરાય તો પણ નવાઈ નહીં. હવામાન વિભાગની આ આગાહીના ઉપલક્ષમાં જાણો રાજ્યમાં કેટલા દિવસ બાકી છે ચોમાસાને છે અને ક્યાં વિસ્તારમાં વરસાદની કેટલી ઘટ છે.હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાના જણાવ્યા મુજબ સપ્ટેમ્બરમાં રાજ્યમાં ચોમાસું સમાપ્ત થાય છે. આમ આ વર્ષે ચોમાસું ઘટમાં જ રહી જાય તેવી શક્યતા છે. રાજ્યમાં હાલની સ્થિતિમાં 47 ટકા વરસાગદની ઘટ છે. આ વર્ષે વરસાદ પૂરતો વરસ્યો નથી. રાજ્યમાં અત્યારસુધીમાં 42 ટકા જેટલો વરસાદ નોંધાયો છે રાજ્યમાં ઝોનવાર વરસાદની ચર્ચા કરવામાં આવે તો રાજ્યમાં દક્ષિણ ગુજંરાતમાં કુલ 51.17 ટકા વરસાદ વરસ્યો છે અને એવરેજ 29.44 ઇંચ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો કુલ 36.94 ટકા વરસાદ વરસ્યો છે કુલ વરસાદ 10.19 ઇંચ વરસ્યો છે. જ્યારે કે કચ્છમાં 31.74 ટકા વરસાદ પડ્યો છે. મધ્યગુજરાતમાં સરેરાશ 37.90 ટકા વરસાદ પડ્યો છે અને એવરેજ 12 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે કે ઉત્તર ગુજરાતમાં 32.02 ટકા વરસાદ પડ્યો છે અને એવરેજ 9 ઇંચ વરસાદ પડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here